الأحد، 2 أبريل 2023

પાટણના તળપદ નોરતા ગામે રૂ.10 લાખના ખર્ચે તૈયાર થનાર ગરનાળુ અને સંરક્ષણ દિવાલની કામગીરીનો પ્રારંભ | The work of Garnalu and defense wall to be prepared at a cost of Rs. | Times Of Ahmedabad

પાટણએક કલાક પહેલા

  • કૉપી લિંક

પાટણ જિલ્લા પંચાયતના નોરતા તળપદ મુકામે 15માં નાણાં પંચ જિલ્લા પંચાયતની ગ્રાન્ટ માંથી દસ લાખના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે ગરનાળુ અને પૂર સંરક્ષણ દીવાલના કામનું રવિવારે જિલ્લા પંચાયત વિપક્ષના નેતા અશ્વિન પટેલના હસ્તે ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નોરતા તળપદ ના સરપંચ વિજયભાઈ પટેલ, ગામ ના તમામ કોમ ના આગેવાનો અમરત ભાઈ દેસાઈ, મણિલાલ પ્રજાપતિ, નોરતા તાલુકા પંચાયત સદસ્ય મહેશજી ઠાકોર ,પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય ગોપાલજી ઠાકોર, નોરતા વાંટા સરપંચ દીવાનજી ઠાકોર, પૂર્વ સરપંચ હેમાતાજી ઠાકોર, વિક્રમજી ઠાકોર, વિષ્ણુજી ઠાકોર સહિત ના આગેવાનો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.