જામનગર41 મિનિટ પહેલા
- કૉપી લિંક

જામનગર મહાનગરપાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તથા ધારાસભ્ય રિવાબા રવીન્દ્રસિંહ જાડેજા ના સંયુક્ત ઉપક્રમે 1લી મે-2023 ગુજરાત સ્થાપના દિન અને ગુજરાત ગૌરવ દિનની ઉજવણીના કાર્યક્રમ અંતર્ગત વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી નિમિત્તે આજ રોજ વૃક્ષારોપણ તથા વિદ્યાર્થીઓને છોડ વિતરણ કરવામાં આવ્યું હતું.

પર્યાવરણ માટે હિતકારી એવા કાર્યક્રમ 78 વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા કરવામાં આવ્યા હતા જ્યારે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરમાં મહાનગરપાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તથા સદભાવના ગ્રુપ દ્વારા શહેરમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 31 57 માં વૃક્ષારોપણ કરાયું હતું અને સાંસદ પૂનમબેન માડમ ધારાસભ્ય રિવાબા જાડેજા મેયર બીનાબેન કોઠારી શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા શહેર મહામંત્રી મેરામણ ભાટુ સહિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષ કનખરા સહિતના આગેવાનો દ્વારા શાળામાં અભ્યાસ કરતા બાળકોને એક એક વૃક્ષ આપી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી સાથે સાથે વેકેશન દરમિયાન જે વિદ્યાર્થીઓને વૃક્ષ આપ્યું છે તેનું જતન સારી રીતે કરશે અને જે વૃક્ષનો છોડ સારી રીતે પૂછાયો હશે તેને પ્રોત્સાહન રૂપે ઇનામ પણ આપવામાં આવશે તેવી જાહેરાત ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા કરવામાં આવી હતી અને સૌથી પહેલા આપણે પૃથ્વીનું જતન કરવું જોઈએ તેવું પણ જણાવ્યું હતું જેથી આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 31 અને 57માં વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરી વૃક્ષારોપણ કર્યું હતું અને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વૃક્ષના છોડ અર્પણ કરવામાં આવ્યું હતું.

વૃક્ષારોપણ અને વિદ્યાર્થીઓને છોડ વિતરણ કાર્યક્રમ માં સાંસદ પૂનમબેન માડમ ધારાસભ્ય રિવાબા જાડેજા મેયર બીનાબેન કોઠારી શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા શહેર ભાજપ મહામંત્રી મેરામણભાઇ ભાટુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષ કનખરા સહિતના આગેવાનો વિદ્યાર્થીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આજના પૃથ્વી દિવસ નિમિત્તે સાચા અર્થમાં સાર્થક કરવા અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સ્વપ્નને સાકાર કરવા માટે 2070 સુધીમાં ભારત દેશ ઝીરો કાર્બન ઓમિશનમાં પ્રથમ ક્રમાંકે રહેશે અને અમે ક્યાંક ને ક્યાંક સપનાને સાકાર કરવા માટે 78-ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય તરીકે મારા સહયોગમાં જામનગર મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને સદભાવના ગ્રુપ દ્વારા આજ સંયુક્ત ઉપક્રમે બે કાર્યક્રમ અમારા દ્વારા આજે ખાસ કરીને લોકોના હિત માટે અને જાગૃતિ કહેવાય તે અંતર્ગત વોર્ડ નંબર 11 માં વૃક્ષારોપણનું કાર્યક્રમ અને સાથે સાથે વોર્ડ નંબર 5 માં નગર પ્રાથમિક સંચાલિત સરકારી શાળા નંબર 31 અને 57 માં 1100 જેટલા નાના છોડનું વિતરણ બાળકોને તેમજ લોકોને કરી અને આજનો વિશ્વ પૃથ્વી દિવસ ઉજવ્યો છે.

તેમજ પૃથ્વી દિવસની જે થીમ છે જે 2023 કે ઇન્વેસ્ટ ઓન પ્લેનેટ એટલે કે આપણે આપણી જે પૃથ્વી છે જે પૃથ્વી ઉપર આપણે સૌ રહીએ છીએ એટલે માતા તરીકે આ પૃથ્વી ને જોઈએ છીએ અને ક્યાંક ને ક્યાંક માતાના હિત માટે તેમજ માતાના સરક્ષણ માટે અને ભાવી પેઢી પર સુખી સમૃદ્ધ અને સલામત રીતે આ તમામ જે પૃથ્વી ઉપર આપણે નેચરલ રી સોસીસ મળી રહ્યા છે એનો ઉપભોગ કરી શકે એ અંતર્ગત આજનો દિવસ અમે ઉજવ્યો છીએ. તેમજ વધુમાં જણાવ્યું હતું કે હું આભારી છું કે મારી સાથે સહયોગમાં રહેલી ત્રિવેણી સંગમ જેવી સંસ્થાઓ અને સાથે સાથે સ્કૂલના માધ્યમથી અમે વિદ્યાર્થીઓના માધ્યમથી સેલિબ્રેટ કર્યો કે આવનારી નવી પેઢીમાં પણ ક્યાંક ને ક્યાંક પર્યાવરણ નિમિત્તે અને પૃથ્વી દિવસ નિમિત્તે જાગૃતતા કેળવાય જેથી સમગ્ર સ્કૂલના સ્ટાફની અને અહીં ઉપસ્થિત સર્વે આગેવાનોની અને સાથે સાથે બાળકોની સાથે અહીં વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા છે આ બધાએ મને સહયોગ આપ્યો તે બદલ હું આપનો આભાર માનું છું બીજી તરફ આપણા વડાપ્રધાન ના સ્વપ્નને સાકાર કરવા માટે નાનકડું પગલું આજના દિવસથી લઈને સંકલ્પ કરીએ આવો સાથે મળીને આપણી માતાને પૃથ્વી માને બચાવીએ અને ભાવિ પેઢી માટે સુરક્ષિત અને એનું સંરક્ષણ કરીએ.
