Saturday, April 22, 2023

સાયલાના સુદામડા કોરડા રોડ પરથી કતલખાને લઇ જવાતા પાંચ પશુઓને જીવદયા પ્રેમીઓએ બચાવી લીધા | Jivedaya lovers rescued five cattle being taken to the slaughterhouse from Sayala's Sudamda Korda road. | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર29 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના સુદામડા કોરડા રોડ પરથી કતલખાને લઇ જવાતા પાંચ અબોલ પશુઓને જીવદયા પ્રેમીઓએ બચાવી લીધા હતા. જેમાં જીવદયા પ્રેમીઓ દ્વારા પીકઅપ વાનના ચાલકને પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો.

સાયલાના જીવદયા પ્રેમીઓને બાતમી મળી હતી કે, પીકઅપમાં ભરી કતલખાને લઈ જવા માટે પાળીયાદ રોડ પરથી સુદામડા તરફ પશુ ભરીને આવી રહી છે. જેની વોચમાં સુદામડાથી કોરડા જતા જીવદયા પ્રેમીએ પીકઅપ ગાડીને જીવના જોખમે રોકીને તપાસ કરતા ત્રણ પાડા, એક ભેંસ અને એક પાડી ક્રુરતાપૂર્વક બાંધેલી હતી.

જેમાં ઘાસચારો કે પીવાનું પાણી પણ રાખવામાં આવ્યું ન હતું. ડ્રાઇવર પ્રકાશ ખેંગાર મકવાણા ( રહેવાસી બગોદરા )ને સાયલા પોલીસ મથકે જીવ દયા પ્રેમીઓ દ્વારા સોંપવામાં આવ્યો હતો. જ્યારે પીકઅપમાં રહેલા અબોલ પશુઓને સાયલા મહાજન ખાતે મૂકવામાં આવ્યાં હતા. જીવદયા પ્રેમીઓ દ્વારા જણાવ્યાં પ્રમાણે, પશુ ભરીને લઈ જવામાં આવતી આ 15મી ટ્રીપ હોવાનું હરિભાઈ, કાનાભાઈ અને રણુભાઈ મીર જીવદયા પ્રેમીઓએ જણાવ્યું હતું. આ કેસની આગળની તપાસ સાયલા પોલીસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે…