કલોલના બારોટ વાસમાં ચાર વર્ષ અગાઉ જુગાર રમતાં ઝડપાયેલા 12 આરોપીઓને બે વર્ષની સખત કેદની સજા | 12 accused caught gambling four years ago in Kalol's Barot Was sentenced to two years rigorous imprisonment | Times Of Ahmedabad

ગાંધીનગર11 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

કલોલના બારોટ વાસમાં વર્ષ – 2019 માં જુગાર રમતાં રંગેહાથ ઝડપાયેલા 12 આરોપીઓને કલોલનાં એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ પી એચ સિંહે તકસીરવાર ઠરાવી બે વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. તેમજ દરેકને ત્રણ હજાર લેખે કુલ રૂ. 33 હજાર દંડની ભરપાઈ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. ઉપરાંત દંડની રકમ ભરપાઈ ના કરે તો વધુ બે માસની સાદી કેદની સજા ભોગવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.
પોલીસે જુગારધામ પર દરોડો પાડ્યો
કલોલનાં એડીશ્નલ ચીફ મેજિસ્ટ્રેટની કોર્ટે ચાર વર્ષ અગાઉ જુગાર રમતાં ઝડપાયેલા બાર આરોપીઓને જુગાર ધારાની કલમ હેઠળ 2 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. જે પૈકી રેકોર્ડ ઉપર એક આરોપીનું અવસાન થયું હોવાથી તેની સામેનું કામ એબેટ કરવામાં આવ્યું છે. આ કેસની વિગત એવી છે કે, એપ્રિલ – 2019 માં કલોલ ટાઉનમાં આવેલ બારોટ વાસમાં રહેતાં જતીન મહેશભાઈ બારોટના મકાનમાં પોલીસે દરોડો પાડયો હતો.
​​​​​​​તીનપત્તિનો જુગાર રમતાં રંગેહાથ ઝડપાયા
આ દરોડામાં શૈલેષ ઉર્ફે શેલભાઈ રામચંદ્ર બારોટ, જતીન મહેશભાઈ બારોટ, ધર્મેન્દ્ર રામચંદ્ર બારોટ, દશરથ જયંતિભાઈ પટેલ, કલ્પેશસિંહ દેવીસિંહ દેવડા, કેતન જયંતિલાલ શાહ, સૌનક બિપીનભાઈ ગાંધી, જીગ્નેશ રમેશભાઈ ગાંધી, હિતેશ બાબુલાલ શાહ, કાંતિજી ચંદુજી ઠાકોર, શરદ વિનોદભાઈ બારોટ તેમજ રવીન્દ્રભાઈ શંકરભાઈ પટેલ તીનપત્તિનો જુગાર રમતાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા. બાદમાં પોલીસે જુગારધામ પરથી 29 હજાર 450 ની રોકડ, દાવ પરથી રૂ. 3150, જુગારનું સાહિત્ય, 31 હજારની કિંમતના 10 મોબાઇલ ફોન મળી કુલ રૂ. 63 હજાર 600નો મુદામાલ જપ્ત કરી ઉક્ત તમામ જુગારીઓની જુગાર ધારા હેઠળ ધરપકડ કરી હતી. જે ગુનાની તપાસનાં અંતે જરૂરી પુરાવા સાથે પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
​​​​​​​એકનું અવસાન થતા તેના સામેનું કામ એબેટ કરવામાં આવ્યું
જે કેસ કલોલના એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ કોર્ટમાં ચાલી જતાં મેજિસ્ટ્રેટ એચ પી સિંહે સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી ઉપરોક્ત તમામ આરોપીઓને તકસીરવાન ઠરાવી બે વર્ષની સખત કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે. તદુપરાંત દરેક આરોપીને ત્રણ હજાર લેખે કુલ 33 હજારનો દંડ અને જો દંડના ભરે તો વધુ બે માસની સાદી કેદની સજા પણ ભોગવવા હુકમ કરવામાં આવ્યો છે. આ આરોપીઓ પૈકી શૈલેષ રામચંદ્ર બારોટનું રેકોર્ડ ઉપર અવસાન થયું હોવાથી તેના સામેનું કામ એબેટ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post