ઉતાવળી નદીના કિનારે વસેલું હરિયાળું ગુંદા ગામ | A verdant Gunda village situated on the banks of the rushing river | Times Of Ahmedabad

બોટાદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • આ ગામની કુલ વસ્તી 2000 આસપાસ છે

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાનું ગુંદા ગામ રાજાશાહીના સમયમાં લીંબડી સ્ટેટના રાજવી છત્રપાલસિંહજી ઝાલાના તાબામાં આવતું હતું. ઝાંખરા ટીંબાના ખોડિયાર મા ગામ ઝાપાના છે. જે સમસ્ત ગામ માટે પૂજનીય છે. દર અષાઢી બીજે સમસ્ત ગામ તરફથી 5 મણ લાપસીનો પ્રસાદ થાય છે. ગામમાં સિધ્ધરદાસ બાપુની ડેરી હનુમાનજીની મઢીમાં છે. તેમજ મઢીમાં આશરે 15 પાળીયા છે. જેમણે ગૌ-રક્ષા માટે બલિદાન આપેલું છે. લીંબડી સ્ટેટના દરબાર સાહેબ દ્વારા ડોડીયા પરિવારને 1200 વીઘા જમીન ફાળવી હતી.

આ ગામની કુલ વસ્તી 2000ની છે. ગામમાં મુખ્ય વસ્તીમાં કાઠી દરબાર, ક્ષત્રીય રાજપૂત, ચુવાળીયા કોળી, ભરવાડ, પ્રજાપતિ તથા દેવીપુજક સમાજના લોકો રહે છે. પશુપાલનમાં ગાય, ભેંસ, બકરી પાળે છે. આ ગામના લોકો ખેતી પશુપાલન અને ખેત મજૂરી પર નિર્વાહ કરે છે. ખેતીના મુખ્ય પાકો કપાસ, ઘઉં, જીરું, જુવાર તથા શાકભાજી છે. આ ગામ નજીક જાળીલા રેલવે સ્ટેશન છે. જે ગામથી 8 કી.મી દૂર આવેલું છે. ગામમાંથી એસ.ટી બસ તેમજ ખાનગી વાહનોની સગવડ મળી રહે છે. પ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન મંદિર તથા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ગુંદાથી 4 કિમી દુર આવેલું છે.

ગામમાં ધોરણ 1 થી 8 સરકારી પ્રાથમિક શાળા છે. જેમાં હાલમાં 292 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ગામમાં દરેક સમાજના મંદિરો, મઢ, દેવસ્થાન તથા એક દરગાહ આવેલી છે. ગામના લોકો હળી મળીને સંપ સહકારથી રહે છે. આ ગામના કેટલાક લોકો હીરાના વ્યવસાયમાં જોડાયેલા છે.

ખેતીવાડી માટે સિંચાઈનો સ્ત્રોત ઉતાવળી ગુંદા સિંચાઈ યોજના એટલે કે ગુંદા ડેમ
નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા ઉતાવળી ગુંદા સિંચાઈ યોજના એટલે કે ગુંદા ડેમ બાંધવામાં આવેલો છે. ગામની આજુબાજુ હરિયાળી અને શુદ્ધ હવા તેમજ શિયાળામાં બહારના પક્ષીઓ જોવા મળે છે. આ ડેમના લીધે આ વિસ્તારના ખેડૂતોની જમીનને સિંચાઈના પાણીની સુવિધા મળી રહે છે જેથી પાક ઉત્પાદનમાં વધારો થયો છે.

સુરતના ઉદ્યોગપતિ પી.પી સવાણી ગ્રુપના ચેરમેને આ ગામની શાળામાં અભ્યાસ કરેલો
સુરતમાં ઓદ્યોગીક ક્ષેત્રે જેમની નામના છે. તેવા પી.પી સવાણી ગ્રુપના ચેરમેન વલ્લભભાઈ (ટોપી) સવાણી કે જેઓના પુત્ર મહેશભાઈ સવાણીએ મા-બાપ વગરની હજારો દીકરીઓને પોતે પિતા બની લગ્ન કરી આપ્યા છે. તેમના પિતા વલ્લભભાઈ સવાણીનું મામાનું ગામ ગુંદા છે. અને તેમણે મામાના ગુંદા ગામની સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5નો અભ્યાસ કર્યો હતો અને હાલમાં પણ અવારનવાર આ ગામની શાળાની શુભેચ્છા મુલાકાત લે છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post