ગુજરાતમાં કોરોનાના નવા 121 કેસ નોંધાયા, સાત દર્દી વેન્ટિલેટર પર; માત્ર અગિયાર જિલ્લામાં કેસ સામે આવ્યા | 121 new cases of corona reported in Gujarat, seven patients on ventilator; Cases came up in only eleven districts | Times Of Ahmedabad

અમદાવાદ17 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના કેસ 200ની અંદર આવી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના રાજ્યમાં કોરોનાના 121 નવા કેસ નોંધાયા છે. જેની સામે 204 દર્દીઓ સાજા થયા છે અને હાલ સાત દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. જોકે, રાજ્યમાં આજે કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી.

રાજ્યમાં કોરોનાના 1218 એક્ટિવ કેસ
કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 1218 એક્ટિવ કેસ છે. જેમાંથી સાત દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 1211 દર્દીઓ હાલ સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,78,222 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11074 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

અમદાવાદ, વડોદરા અને સુરતમાં સૌથી વધુ કેસ
કોરોના કેસમાં જિલ્લા અને કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 45 કેસ નોંધાયા છે. ત્યારબાદ વડોદરામાં 21 કેસ, સુરતમાં 20 કેસ અને રાજકોટમાં માત્ર 2 કેસ સામે આવ્યા છે. મહેસાણામાં 11, ગાંધીનગરમાં 7, બનાસકાંઠામાં 5, વલસાડમાં 4 કેસ નોંધાયા છે. જ્યારે આણંદમાં 3, ભરૂચમાં 2 અને ભાવનગરમાં 1 કેસ સામે આવ્યા છે.

એપ્રિલ મહિનામાં કોરોનાથી 19નાં મોત
કોરોનાથી રાજ્યમાં દર્દીના મોતની વાત કરીએ તો 4 એપ્રિલના અમદાવાદના બોપલમાં રહેતા 71 વર્ષીય વૃદ્ધનું મોત થયું હતું. જેમને હાઇપર ટેન્શનની બીમારી હતી. 6 એપ્રિલના અમદાવાદના ગોમતીપુરના 59 વર્ષીય યુવકનું મોત થયું હતું. 8 એપ્રિલના એક જ દિવસમાં ત્રણ દર્દીના મોત થયા હતા. જેમાં અમદાવાદના જોધપુરમાં 91 વષીય વૃદ્ધનું મોત થયું હતું. ત્યારે રાજકોટમાં પણ 1 દર્દીનું મોત થયું હતું. આ ઉપરાંત ભાવનગરમાં પણ 1 દર્દીનું મોત થયું હતું. 9 એપ્રિલના અમદાવાદના સરસપુર રખિયાલ વોર્ડમાં કોરોનાથી 60 વર્ષીય મહિલાનું મોત થયું હતું. 10 એપ્રિલના પણ અમદાવાદના મણિનગરમાં 71 વર્ષીય વૃદ્ધનું મોત થયું હતું. 11 એપ્રિલના અમદાવાદના રામોલ હાથિજણ વોર્ડમાં 27 વર્ષીય યુવતીનું કોરોનાથી મોત થયું હતું.

12 એપ્રિલના રાજ્યમાં કોરોનાથી બે મોત થયા છે. જેમાં અમદાવાદમાં એક દર્દીનું મોત થયું હતું. જ્યારે મહેસાણામાં સારવાર દરમિયાન 50 વર્ષીય આધેડનું મોત થયું હતું. 14 એપ્રિલના ગિર સોમનાથમાં એક દર્દીનું મોત થયું હતું. 15 એપ્રિલના રાજ્યમાં ત્રણ દર્દીના મોત થયા હતા. જેમાં અમદાવાદના બોળકદેવના 84 વર્ષીય વૃદ્ધનું મોત થયું હતું. વડોદરામાં 1 દર્દીનું મોત થયું હતું. જ્યારે વલસાડમાં 1 દર્દીનું મોત હતું. 16 એપ્રિલનના રાજ્યમાં વધુ ત્રણ દર્દીના મોત થયા હતા. જેમાં અમદાવાદમાં એક દર્દીનું મોત થયું હતું. ખેડામાં એક દર્દીનું મોત હતું. જ્યારે અરવલ્લીમાં પણ એક દર્દીનું મોત નિપજ્યું હતું. 22 એપ્રિલના અમદાવાદમાં કોરોનાથી એક દર્દીનું મોત થયું હતું. 25 એપ્રિલના મહેસાણામાં એક દર્દીનું મોત નિપજ્યું છે.

માર્ચ મહિનામાં કોરોનાથી નવ લોકોનાં મોત
રાજ્યમાં 10 માર્ચના સુરતમાં એક દર્દીના મોત થયું હતું. 21 માર્ચે ભરૂચના ઝઘડિયામાં 81 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. 22 માર્ચે મહેસાણામાં ત્રણ વર્ષના બાળકનું મોત થયું હતું. 23 માર્ચે અમદાવાદમાં 13 વર્ષની બાળકીનું મોત થયું હતું. 25 માર્ચે રાજ્યમાં કોરોનાથી બે દર્દીના મોત થયા હતા. જેમાં અમદાવાદમાં 72 વર્ષયી વૃદ્ધનું મોત નિપજ્યું હતું. જ્યારે કચ્છમાં 9 માસની બાળકીનું મોત થયું હતું. 26 માર્ચે વલસાડના નાનાપોંઢાની 60 વર્ષીય મહિલાનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું હતું. 30 માર્ચે કચ્છમાં એક દર્દીનું મોત થયું હતું. 31 માર્ચે સુરતમાં એક દર્દીનું મોત થયું હતું.