છેલ્લા 14 દિવસથી ફરાર વિદ્યાર્થિનીએ કરેલી આગોતરા જામીન અરજી કોર્ટે નામંજૂર કરી | The court rejected the anticipatory bail application made by the absconding student for the last 14 days | Times Of Ahmedabad

ભાવનગર21 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલ બી.કોમ સેમેસ્ટર-6ની પરીક્ષાના ફાઇનાન્સ એકાઉન્ટ ( મેનેજમેન્ટ એકાઉન્ટિંગ )નો પેપર લીક થવા મામલે પોલીસ અને યુનિવર્સિટીની સંયુક્ત તપાસ બાદ યુનિવર્સિટીના કુલસચિવે નિલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો જે આધારે પોલીસે જી.એલ. કાકડીયા કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો.અમિત વી. ગલાણી સહિત ચાર વિરુદ્ધ ગુનો નોંધી ત્રણની અટકાયત કરવામાં આવી હતી અને સૃષ્ટિ ખોરડા છેલ્લા 14 દિવસથી ફરાર છે જેના આજરોજ કોર્ટમાં જમીન અરજી મૂકી હતી જે કોર્ટ નામંજુર કરી હતી.
​​​​​​​પેપરલીક મામલે સૌરાષ્ટ્રમાં ખળભળાટ મચ્યો
સમગ્ર સૌરાષ્ટ્રમાં ખળભળાટ મચાવનાર ભાવનગરની જી એલ કાકડીયા ઓફ કોમર્સ કોલેજમાં ઈન્ચાર્જ પ્રિન્સિપાલ અમિત ગલાણી તથા વિદ્યાર્થી અજય લાડુમોર, વિવેક મકવાણા અને વિદ્યાર્થીની સૃષ્ટિ ખોરડાએ આયોજન બધ્ધ રીતે બીકોમ ફેકલ્ટીમાં એકાઉન્ટ વિષયનું પેપર લીક કર્યું હતું, આ અંગેની વાત વાયુવેગે વાઈરલ થતાં સફળા જાગેલા યુનિવર્સિટી સત્તાધીશો એ પ્રિન્સિપાલ સહિતનાઓ વિરુદ્ધ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં ઈન્ચાર્જ આચાર્ય અમિત ગલાણી, વિદ્યાર્થી અજય લાડુમોર તથા વિવેક મકવાણાની ધડપકડ કરી હતી.
​​​​​​​વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનાર છે તેમ માની જામીન અરજી નામંજૂર
વિદ્યાર્થિની સૃષ્ટિ ખોરડા ફરાર હોય જેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી જયારે વિદ્યાર્થીની સૃષ્ટિ ખોરડાને ઝડપી લેવા એલસીબી તથા એ-ડીવીઝન સહિતનો સ્ટાફ શોધખોળમાં છે છતાં પણ છેલ્લા 14 દિવસથી સૃષ્ટિ પોલીસના હાથે લાગી ન હતી, અમિત ગલાણી સાથે પરીક્ષા પેપર દરમિયાન મોબાઇલની આપ લે કરનાર સિહોરની રહેવાસી સૃષ્ટિ બોરડાને પોતાની ધરપકડની દહેશત જણાતા તેણે સેશન અદાલતમાં આગોતરા જામીન અરજી કરેલ જે અરજીની સુનવાણી પાંચમા એડિશનલ સેશન જજ પરમાર સમક્ષ કરવામાં આવતા જિલ્લા સરકારી વકીલ એમ.આર.જોશી તથા મદદનીશ સરકારી વકીલ સી.એમ. પરમારની દલીલો ધ્યાને લઈ ગુજરાત જાહેર પરીક્ષા અધિનિયમ 2023ની કલમને ધ્યાને લઈ આરોપી સૃષ્ટિ બોરડાની આગોતર આગોતરા જામીન અરજીને તેનું ગુનાહિત કૃત્ય અને માનસ હોશિયાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનારૃ છે તેમ માની જમીન અરજી રદ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post