લીમખેડા પોલીસ મથકમાથી સગીર પ્રેમી-પંખીડા ભાગી જતા પીઆઈની બદલી, એક મહિલા ASI, ત્રણ GRD સસ્પેન્ડ , બેની બદલી | PI transferred, one woman ASI, three GRDs suspended, two transferred after minor love-birds absconding from Limkheda police station | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • PI Transferred, One Woman ASI, Three GRDs Suspended, Two Transferred After Minor Love birds Absconding From Limkheda Police Station

દાહોદ8 મિનિટ પહેલા

  • કૉપી લિંક

લીમખેડા પોલીસ મથકમાંથી સગીર પ્રેમી પ્રેમિકા ફરાર થઇ જવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. એસ.પીએ કડક પગલાં લઇને લીમખેડા પી.આઇની ઝાલોદ બદલી કરી દીધી હતી. આ સાથે એક મહિલા એએસઆઇ અને ત્રણ જીઆરડીને સસ્પેન્ડ કરવા સાથે ત્રણ પોલીસ કર્મચારીઓની પણ અન્ય પોલીસ મથકમાં બદલી કરી દેવાતા પોલીસ બેડામા ખળભળાટ મચી ગયો છે. 24 કલાક બાદ પણ ફરાર પ્રેમી પંખીડાની ભાળ મળી નથી.
પોલીસ કર્મચારીઓ ઉંઘી ગયા હતા
લીમખેડા તાલુકાના ચૈડીયા ગામના સગીર પ્રેમી પ્રેમીકા ગત 24 માર્ચે ભાગી ગયા હતા.બાદમા નોંધાયેલા ગુનાના આધારે બંનેની અટકાયત કરવામાં આવી હતી. કારણ કે, અપહરણ અને દુષ્કર્મનો ગુનો દાખલ થયેલો હોવાથી સવારે તેમનું મેડિકલ ચેકઅપ કરાવવાનું હતુ. જેથી ગત રાતના સમયે તેમને પોલીસ મથકના જ અલગ રૂમમાં રખાયા હતાં. ત્યારે ગંભીરતા ન રાખી ફરજ ઉપર હાજર પોલીસ કર્મચારીઓ ઉંઘી ગયા હતા.
સગીરાના પિતાએ અપહરણનો ગુનો દાખલ
આ તકનો લાભ લઈને બંને પુન: નાસી ગયા હતાં. આ બાબતની જાણ થતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. શોધખોળના તમામ પ્રયાસ નિષ્ફળ નિવડતાં પોલીસે સગીર સામે પોલીસ જાપ્તામાંથી ભાગી જવાનો અને સગીરાના પિતાએ પોતાની પૂત્રીનું અપહરણ કરી જવાનો ગુનો નોંધાવ્યો હતો.
આ મામલે એસ.પી બલરામ મીણાએ લીમખેડાના પી.આઇ એમ.કે ખાંટની તાત્કાલિક અસરથી ઝાલોદના સીપીઆઇ તરીકે બદલી કરી દીધી હતી. જ્યારે ઝાલોદના સીપીઆઇ એચ.સી રાઠવાને લીમખેડાના પી.આઇ તરીકે મુક્યા હતાં. બેદરકારી દાખવનારી એક મહિલા એએસઆઇને સસ્પેન્ડ કરી દેવાઇ હતી. આ સાથે ત્રણ જીઆરડી જવાનોને પણ એક વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હતાં. રાતના સમયે હાજર ડ્યુટી એક મહિલા પોલીસ કર્મી અને બે પુરૂષ પોલીસ કર્મીની અન્ય પોલીસ મથકમાં બદલી કરી દેવાઇ હતી. બંનેની શોધખોળ ચાલી રહી છે પરંતુ તેમની કોઇ જ ભાળ મળી નથી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post