મનપાનાં ફૂડ વિભાગનો સપાટો, જુદા-જુદા સ્થળોએ દરોડા પાડી 15 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરાયો | 15 kg of non-edible material was destroyed by raiding the food department of Manpa at different places. | Times Of Ahmedabad

રાજકોટઅમુક પળો પહેલા

  • કૉપી લિંક

રાજકોટ મહાનગરપાલિકાનાં ફૂડ વિભાગની ટીમ દ્વારા અખાદ્ય પદાર્થોને લઈને સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે ફૂડ વિભાગની ટીમો મવડી, રૈયા રોડ, નાના મવા રોડ પર આવેલા જાણીતા રેસ્ટોરન્ટ અને ફૂડ પાર્લરમાં ત્રાટકી હતી અને 15 કિલો વાસી ફૂડ, બેકરી આઇટમ, દાબેલીના મસાલાનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં મવડી બાયપાસ પર હરિદર્શન સ્કૂલ સામે આવેલ શિવમ કચ્છી દાબેલીમાં તપાસ કરતાં પેઢીમાં સંગ્રહ કરેલ 5 કિલો વાસી દાબેલીના મસાલાનો નાશ કર્યો હતો. આ સાથે પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા બાબતે તથા સ્થળ પર હાઈજેનિક સ્થિતિ જાળવવા નોટિસ ફટકારવામાં આવી હતી.

બિગ બાઈટ કિચનમાાંથી 4 કિલો અખાદ્ય બેકરી પ્રોડેક્ટ મળી
આ ઉપરાંત રૈયા રોડ પરના હનુમાન મઢી પાસે આવેલ બિગ બાઇટ કિચનની તપાસ કરતાં પેઢીમાં સંગ્રહ કરેલ 4 કિલો વાસી બેકરી પ્રોડક્ટસ મળી આવતા તેનો પણ નાશ કરી નોટિસ આપવામાં આવી હતી. આ સર્વેલન્સ ચેકિંગ દરમિયાન નાનામવા રોડ પર મેંગો ચીલી રેસ્ટોરેન્ટમાંથી 6 કિલો વાસી પ્રિપેડ ફૂડ અખાદ્ય જણાતા સ્થળ પર નાશ કરી આ પેઢીને પણ નોટિસ ફટકારવામાં આવી છે. બોલબાલા માર્ગ પર આવેલ શ્રીરામ કૃપા ગોલાવાલામાં તપાસ કરીને યોગ્ય સ્ટોરેજ માટે તાકીદ કરવામાં આવી હતી. તેમજ સામાકાંઠે પેડક રોડ પર રણછોડનગર 11માં આવેલ રાજકોટ બેકરીમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં પેઢીમાં ખાદ્ય પર્દાથોનું યોગ્ય સ્ટોરેજ, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા કામદારોના પર્સનલ હાઇજેનિક અને કામદારોના મેડિકલ સર્ટિ. રજૂ કરવા સહિતના મુદ્દે નોટિસ ફટકારવામાં આવી હતી.

પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત વોંકળાની સફાઈ કરવામાં આવી
​​​​​​​રાજકોટ મ્યુનિ. કમિશનર આનંદ પટેલનાં આદેશથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે સતત બીજા દિવસે સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિન પાંભર તેમજ પશ્ચિમ ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેર ડી.યુ. તુવરનાં માર્ગદર્શન હેઠળ મધ્ય ઝોનના વોર્ડ નંબર 2માં રામેશ્વર ચોક ખાતેથી સખીયાનગર, જૈન દેરાસર પાસે, રાજકૃતિ એપાર્ટમેન્ટ પાછળ તેમજ ભોમેશ્વર સોસાયટી મેઇન રોડ પર આવેલ વોંકળાની સફાઈ કરવામાં આવી હતી. જેમાં જેસીબી ડમ્પર દ્વ્રારા 2 ડમ્પરનાં અને 2 ટ્રેક્ટરનાં ફેરાથી અંદાજિત 22 ટન ગાર, કચરો કાઢવામાં આવ્યો હતો. આ ચોમાસા પહેલા શહેરના તમામ વોંકળા અને નાળાની આ પ્રકારે સફાઈ કરવામાં આવનાર હોવાનું સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા જણાવાયું છે.

વેરા વિભાગે મોટી કંપની પાસેથી રૂ.2.45 કરોડ વસૂલ્યા
મનપાની રિકવરી ઝુંબેશમાં મોટા માથાઓની મિલકતોને સીલ મારવાની તજવીજ હાથ ધરાતા રૂ.2.45 કરોડની જંગી રિકવરી થઈ હતી. જેમાં વોર્ડ નં.3માં 150 ફૂટ રોડ પર ભાડાની જગ્યામાં બેસતી જાણિતી કંપનીનો 5.92 લાખનો ટેક્સ બાકી હોવાથી ત્યાં સીલ મારવા જતા ચેક આવી ગયો હતો. તો વોર્ડ નં.7માં રજપૂતપરા મેઇન રોડ પર આઝાદ સ્ક્વેરમાં સીલની કાર્યવાહી કરતા રૂ.10 હજાર, વોર્ડ નં.9માં રૈયા ચોકડી પાસે આવેલ શ્યામલ પ્લાઝામાં ટીમ સીલ માટે જતા રૂ.42 હજારનો ચેક આવી ગયો હતો. આ ઉપરાંત યુનિ. રોડ ખાતેની વિવિધ સોસાયટીઓમાં સીલની કાર્યવાહી કરતા લત્તાવાસીઓ હપ્તા યોજનામાં જોડાયા હતા. વેરા વસુલાત શાખા દ્વારા આજે વધુ 26 મિલકત સીલ કરી 11ને ટાંચ જપ્તી માટેની નોટિસ ફટકારવામાં આવી હતી.

أحدث أقدم