ગાંધીનગર મહાનગરપાલિકાને માત્ર 15 દિવસમાં ચાર્જેબલ FSIની 91 કરોડની આવક થઇ | Gandhinagar Municipal Corporation received 91 crores of chargeable FSI in just 15 days | Times Of Ahmedabad

ગાંધીનગર5 કલાક પહેલા

  • કૉપી લિંક

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જંત્રીના ભાવ વધારા સંબંધે જાહેર રજાના દિવસે પણ કચેરી ચાલું રાખવામાં આવી હતી. જે અન્વયે છેલ્લા પંદર દિવસમાં જ ચાર્જેબલ FSI ની 91 કરોડની આવકથી તિજોરી છલકાઈ ચૂકી છે. જે પૈકી માત્ર 40 કરોડની જંત્રી આધારિત ચાર્જેબલ એફએસઆઈમાંથી આવક થઈ છે.

રાજ્યમાં જંત્રીમાં વધારો આજ તારીખ 15 એપ્રિલ 2023થી લાગુ કરવામાં આવ્યો છે. જંત્રીમાં વધારા સંબંધે ગાંધીનગર મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે રજિસ્ટ્રી શાખા, ટાઉન પ્લાનિંગ, હિસાબી શાખા તેમજ ઓડિટ શાખા જાહેર રજાના દિવસે પણ ચાલું રાખવામાં આવી હતી. જેથી ગાંધીનગર મહાનગરપાલિકાને 91 કરોડ રૂપિયાથી વધારેની આવક થઈ છે. જે પૈકી રૂપિયા 40 કરોડની જંત્રી આધારિત ચાર્જેબલ એફ.એસ.આઈ.માંથી આવક થઈ છે. આ સાથે ગાંધીનગર મહાનગરપાલિકાએ 15 દિવસમાં ચાર્જેબલ એફ.એસ.આઇ.ની ઐતિહાસિક આવક કરી છે. ચાલુ નાણાકીય વર્ષ(1 એપ્રિલ 2023થી 15 એપ્રિલ 2023 સુધી)માં ગાંધીનગર મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા રૂપિયા 91 કરોડ રૂપિયાની આવક કરવામાં આવી છે.

જેમાંથી 41.71 કરોડની આવક ચાર્જેબલ એફ.એસ.આઇ.માંથી કરવામાં આવી છે. નાણાકીય વર્ષ- 2021-22ની ચાર્જેબલ એફ.એસ.આઈની આવક રૂપિયા 104.50 કરોડની આવક થઈ હતી. જ્યારે નાણાકીય વર્ષ 2022-23માં ચાર્જેબલ એફએસઆઈની કુલ રૂપિયા 81.70 કરોડની આવક થઈ હતી. જેની સામે ચાલું વર્ષે માત્ર 15 દિવસમાં જ રૂપિયા 41.74 કરોડની આવક થઈ છે. કોઈ પણ સ્થળે શહેરની વિકાસ યોજનામાં નક્કી થયેલ ઝોનીંગના આધારે મળવાપાત્ર બાંધકામમાં મૂળ મળવાપાત્ર બાંધકામ કરતા વધારે પણ મર્યાદાની અંદર બાંધકામ કરવા માંગે તો જંત્રીના દરોના આધારે તે વધારાનું બાંધકામ મળવાપાત્ર થાય છે. જેની સામે ચાર્જેબલ એફ.એસ.આઇ. વસૂલવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post