પોરબંદર5 કલાક પહેલા
- કૉપી લિંક
પોરબંદરની શિસ્ત, સંસ્કાર અને શિક્ષણમાં અગ્રેસર એવી ગુરૂકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના અંગ્રેજી વિભાગના મુલાકાતી વ્યાખ્યાતા પારુલ શુક્લાએ પ્રાધ્યાપક માટે ખૂબ જરૂરી એવી નેશનલ એલીજીબિલીટી ટેસ્ટ એટલે કે નેટની પરીક્ષા પાસ કરી છે. ખૂબ જ અઘરી ગણાતી આ પરીક્ષા પાસ કરીને તેમના માતા-પિતાનું તથા સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.

આ નેટની પરીક્ષા પાસ કરનાર પારુલ શુક્લા પોતે થેલેસેમિયા ગ્રસ્ત છે. તેમ છતાં પણ આ પરીક્ષા પાસ કરી છે, કહેવાય છે કે ‘અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી’ એ પંક્તિને આજે પારુલ શુક્લાએ નીટની આ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને ખરેખર ઉજાગર કરી છે. પોતાની આ સફળતા અંગે પારુલ શુક્લાએ જણાવ્યું હતું કે, મેં આ પરીક્ષા પાસ કરી ત્યારે વચ્ચે અનેક સંઘર્ષો આવ્યા છે.
જે દરેક સંઘર્ષોને મેં હમેશા સકારાત્મકતાથી લઈને મહેનત કરી હતી. સાથે જ તમારે જો કોઈ કામ કરવાની ઈચ્છા હશે તો તમને કોઈ પણ રસ્તો મળી જશે અને હતાશ અને નિરાશામાંથી બહાર આવો તો જીવનમાં પોઝીટીવ વિચારો રાખી આગળ વધતા રહો તો દરેક જોઈતી વસ્તુ તમને મળી રહેશે.
તેમને આ અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. અનુપમ નાગર, અંગ્રેજી વિભાગના અધ્યક્ષા ડો. કેતકી પંડ્યા તથા સૌ શિક્ષકોએ ખૂબ અભિનંદન આપ્યાં હતા. હજુ પણ તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છાઓ સહ આશીર્વાદ પાઠવ્યા હતાં.