પાલનપુરમાં એરોમા સર્કલની ચારેય તરફના મુખ્ય માર્ગો ઉપર 150 મીટર સુધી નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો | In Palanpur, a parking zone of up to 150 meters has been announced on the main roads on all sides of Aroma Circle. | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)એક કલાક પહેલા

  • કૉપી લિંક

પોલીસ અધિક્ષક બનાસકાંઠા દ્વારા પાલનપુર દ્વારા ઈમરજન્સી સેવાના વાહનોને અડચણ ઉભી થતી હોઇ એરોમા સર્કલની ચારેય તરફના માર્ગો ઉપર 150 મીટરના અંતર સુધી વાહન પાર્ક નહીં કરવા અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા દરખાસ્ત કરેલ જે અન્વયે મેજીસ્ટ્રેટ વરૂણકુમાર બરનવાલ આઈ.એ.એસ. બનાસકાંઠા જિલ્લા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 33 થી મળેલ સત્તાની રૂએ પાલનપુર એરોમા સર્કલની ચારેય તરફના મુખ્ય માર્ગો ઉપર 150 મીટરના અંતર સુધીના મુખ્ય માર્ગને નો પાર્કિંગ ઝોન જાહેર કરવા ફરમાન કરવામાં આવ્યું છે.

એરોમા સર્કલ, પાલનપુરની ચારેય તરફ હોટેલો જી.ઈ.બી. કચેરી તેમજ શાળા, કોલેજો ,હોસ્પિટલ વિગેરે જાહેર જનતાના ઘસારાવાળી જગ્યાઓ આવેલ છે જેથી એરોમા સર્કલ ઉપર લોકો વાહનો રોડ ઉપર પાર્ક કરીને જતા રહેતા હોવાથી નામદાર સુપ્રિમ કોર્ટના આદેશ અન્વયે પાલનપુર ખાતે આવેલ એરોમા સર્કલની ચારેય તરફના મુખ્ય માર્ગો ઉપર 150 મીટરના અંતર સુધી નો પાર્કિંગ ઝોન જાહેર કરવો ઉચિત જણાતાં જિલ્લા મેજીસ્ટ્રેટ વરૂણકુમાર બરનવાલ આઈ.એ.એસ. દ્વારા ફરમાન કરવામાં આવ્યું છે કે આ જાહેરનામું એરોમા સર્કલની ચારેય તરફના મુખ્ય માર્ગો ઉપર 150 મીટરના અંતર સુધીના વિસ્તારને લાગુ પડશે . આ જાહેરનામું તા 27 04 2023 થી 15 06 2023 સુધી અમલમાં રહેશે

આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષના દરજ્જાથી હેડ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે કલમ -188 અને ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ 131 મુજબ ફરીયાદ માંડવા અધિકૃત કરવામાં આવેલ છે.

Previous Post Next Post