કચ્છ (ભુજ )એક કલાક પહેલા
- કૉપી લિંક

કચ્છમાં ફરી એક વખત કમોસમી વરસાદનો દોર શરૂ થયો છે. છેલ્લા ત્રણ દિવસથી જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે આજે પણ ભુજ અને અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. અંજારના રત્નાલ ગામે સફેદ કરા સાથે પોણો કલાક સુધી વરસાદ ખાબક્યો હતો જેને લઈ એક ઇંચ જેટલું પાણી પડી ગયું છે. લોકોએ ગામમાં ચાલતી કથાને લઈ વરસાદ બંધ રહે તે માટે મંદિરમાં આરતી પણ કરી હતી. ત્યારબાદ ઇન્દ્રદેવે જાણે પ્રાર્થના માન્ય રાખી હોય તેમ કુદરતી વરસાદ બંધ થયો હતો.

કચ્છમાં એક તરફ સૂર્યદેવ પોતાનો અસલ મિજાજ બતાવી જનજીવનને રીતસરના ગરમીથી અકળાવી રહ્યા છે તો બીજી તરફ મેઘરાજા અકાળે વરસાદ વરસાવી માહોલમાં પલટો લાવી રહ્યા છે. જિલ્લામાં આજે પણ અનેક સ્થળે હળવાથી ભારે વરસાદી ઝાપટા પડતા ઉનાળાના દિવસોમાં ચોમાસાની જેમ માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. ખાસ કરીને અંજાર તાલુકાના રત્નાલમાં બપોરે 1.30 કલાકે શરૂ થયેલો વરસાદ 2.15 કલાક સુધી એકધારો ચાલું રહ્યો હતો. લખોટી આકારના કરા સાથે પડેલા વરસદથી અંદાજિત એક ઇંચ જેટલું પાણી પડી ગયાનું રણછોડ અરજણ છાંગા એ કહ્યું હતું.

જિલ્લા આજે અનેક ગામોમાં વરસાદ પડ્યો હતો, તેમાં ભુજના મમૂઆરા, સુમરાસર, ધાનેટી, ખાવડા અને અંજારના ચંદ્રનગર, રત્નાલ, ચંદરોડી, સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. વરસાદને લઈ ખેડૂત વર્ગમાં ચિંતાનો સંચાર થયો હોવાનું જાણવા મળ્યું છે.
0 comments:
Post a Comment