Sunday, April 23, 2023

વાપી શહેરમાં વિશ્વાસ પ્રોજેકટ હેઠળ 151 જેટલા CCTV કેમેરા લગાવવામાં આવ્યા, ક્રાઇમની સાથે વાહન ચાલકોને ટ્રાફિકના 'પાઠ' પણ ભણાવશે | As many as 151 CCTV cameras have been installed in Vapi city under the Vishwas project, along with crime, traffic 'lessons' will also be taught to drivers. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • As Many As 151 CCTV Cameras Have Been Installed In Vapi City Under The Vishwas Project, Along With Crime, Traffic ‘lessons’ Will Also Be Taught To Drivers.

વલસાડએક કલાક પહેલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના વાપીના રહીશોને વાપી નોટિફાઇડ અને ઇન્ટ્રસ્ટરી એસોસિએશનના સહિયોગથી વાપી શહેરમાં વિશ્વાસ પ્રોજેકટ હેઠળ 151 કેમેરા લગાવવામાં આવ્યા છે. જે વાપી શહેરમાં ગુનાહિત પ્રવૃતિઓ અચરતા લોકો ઉપર બાજ નજર રાખશે. સાથે ટ્રાફિકન નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને ઓણ ટ્રાફિકના નિયમોનું પાલન કરાવશે. વાપી શહેરમાં વધતી જતી મોબાઈલ સ્નેચિંગ, ચેન સ્નેચિંગની ઘટનાઓ ઉપર પણ અંકુશ લાવવામાં વિશ્વાસ પ્રોજેકટ મહત્વપૂર્ણ કામગીરી કરશે. તેના કંટ્રોલ રૂમનું લોકાર્પણ રાજ્ય નાણાં મંત્રી અને રેન્જ IGના હસ્તે કરવામાં આવ્યું છે. હાઈટેક અને નાઈટ વિઝન સાથે અદ્યતન કેમેરા લગાવી વાપી શહેરના નાગરિકોને રાજ્ય સરકાર દ્વારા સુરક્ષા કવચ વિશ્વાસ પ્રોજેકટ હેઠળ આપવામાં આવ્યું છે. વાપી શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને ટ્રાફિકન નિયમોનું પાલન કરાવશે.

વલસાડ જિલ્લાના વાપીમાં આજથી ખૂણે ખૂણા ઉપર પોલીસની બાજ નજર રહેશે. વાપી અને આસપાસના વિસ્તારમાં પોલીસે હાઈ રીઝોલ્યુશનવાળા CCTV કેમેરાઓનું નેટવર્ક બિછાવ્યું છે. નોટિફાઇડ અને ઇન્ટ્રસ્ટરી એસોસિએશનના સહિયોગથી વાપી શહેરમાં વિશ્વાસ પ્રોજેકટ હેઠળ 151 કેમેરા લગાવવામાં આવ્યા છે. રાજ્યમાં વિશ્વસ પ્રોજેકટ હેઠળ 10 લાખથી વધુ CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાં પ્રથમ ફેક્સમાં વલસાડ શહેર આવરી લેવામાં આવ્યું હતું. જ્યારે બીજા ફેઝમાં વાપી શહેરમાં 151 જેટલા કેમેરા વડે વાપી શહેરમાં તમામ મુખ્ય રસ્તાઓ ઉપર વલસાડ પોલીસની બાજ નજર રહેશે. આ CCTV કેમેરા વડે ગુનાખોરી અટકાવવા સાથે મહિલાઓની થતી છેડતીઓ ઉપર પણ અંકુશ લાવવામાં આવશે. વાપી વિસ્તારમાં CCTV કેમેરાના અભાવે ચેન સ્નેચિંગ અને મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓ વધતી જતી હતી. જેના ઉપર હવે અંકુશ લાગશે. વિશ્વાસ પ્રોજેકટ હેઠળ લગાવવામાં આવેલા CCTV કેમેરાના માધ્યમથી વલસાડ જિલ્લા પોલીસની ટીમને આરોપીઓને ઝડપી પાડવા મહત્વપૂર્ણ બની રહેશે. સાથે વાપી શહેરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતા તમામ વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોના પાઠ ભણાવવામાં આવશે. જેની માટે વાપીના ખૂણે ખૂણા ઉપર આધુનિક ટેકનોલોજીથી સજ્જ કંટ્રોલ રૂમથી પોલીસ બાજ નજર રાખશે.

રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે વાપીમાં પોલીસના CCTV સર્વેન્સ કંટ્રોલ રૂમનું લોકાર્પણ કર્યું હતું. રેન્જ IG પિયુષ પટેલ અને SP ડો.રાજદીપસિંહ ઝાલાની હાજરીમાં નાણામંત્રીએ પોલીસ માટે મહત્વનો આ CCTV સર્વેલેન્સ કંટ્રોલરૂમ રૂમની શરૂઆત કરાવી હતી. મહત્વપૂર્ણ છે કે વર્તમાન સમયમાં ડિજિટલ ટેકનોલોજી અને CCTV સર્વેલન્સ અનેક ગુનાઓના ભેદ ઉકેલવામાં પોલીસ માટે મહત્વનું મદદરૂપ થાય છે. આથી વાપીમાં ફિટ કરેલા આ CCTV કેમેરા વર્તમાન સમયના સૌથી હાઈ ટેકનોલોજીથી સજ્જ છે. સાથે જ નાઈટ વિઝનથી પણ કેમેરા સજ્જ છે. વાપી ઔદ્યોગિક નગરી છે અહીં દેશભરના અનેક રાજ્યના લોકો અહીંયા આવીને વસ્યા છે. પડોશી રાજ્ય મહારાષ્ટ્ર અને સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીને પણ જિલ્લાની હદ સ્પર્શે છે. ત્યારે વાપી અને આસપાસના વિસ્તારમાં ગુનાઓ પણ વધુ નોંધાય છે. ત્યારે આવા સમયે પોલીસ માટે ગુનાઓના ભેદ ઉકેલવા CCTV નેટવર્ક અનેકરૂપે ઉપયોગી થશે તેમ મનાઈ રહ્યું છે. આથી વાપીમાં જિલ્લા પોલીસના CCTV કેમેરાનું નેટવર્ક આગામી સમયમાં પોલીસ માટે અનેક રીતે મહત્વનું પુરવાર થશે. સાથે જ શહેરની સુરક્ષામાં પણ વધારો કરશે તેવું નાણામંત્રી અને પોલીસ વિભાગ આશા વ્યક્ત કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે…