Sunday, April 23, 2023

દિયર સાથે નાની બહેનનું સગપણ ન કરતા પતિ અને સાસુ-સસરાએ વહૂ પર ત્રાસ ગુજાર્યો, કંટાળીને મહિલાએ ઝેરી દવા ગટગટાવી | The wife ended her life as the husband and mother-in-law started physically and mentally torturing the younger sister who was not related to her. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The Wife Ended Her Life As The Husband And Mother in law Started Physically And Mentally Torturing The Younger Sister Who Was Not Related To Her.

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં મહિલાઓ પર વિવિધ મામલે સાસરિયાઓ દ્વારા અત્યાચાર કરવાની ઘટનાઓ અવાર-નવાર સામે આવતી હોય છે ત્યારે આવી વધુ એક ઘટના સામે આવી છે. જેમાં પિયર પક્ષનાં લોકોએ દિયરની સાથે નાની બહેનનું સગપણ નહીં કરતા એક પરિણીતા પર તેના પતિ અને સાસુ-સસરાએ શારીરિક-માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જેનાથી કંટાળીને ઝેરી દવા પીને પરિણીતાએ આપઘાત કરી લીધાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે અને પરિણીતાનાં ભાઈની ફરિયાદનાં આધારે પતિ અને સાસુ-સસરાએ તેણીને મરવા મજબુર કર્યાનો ગુનો નોંધી ભક્તિનગર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

નાની બહેન સાથે સગપણ ન થતા સાસરિયા નારાજ
દીપ્તિબેન શૈલેષભાઈ કાચા નામની પરિણીતાનાં ભાઈ સંદીપ કિશોરભાઈ ટાંકે ભક્તિનગર પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ તેની મૃતક બહેન દીપ્તિબેનનાં લગ્ન અગિયાર વર્ષ પૂર્વે રામેશ્વર સોસા.માં રહેતા શૈલેષભાઈ હંસરાજભાઈ કાચાની સાથે જ્ઞાતિના રીતરિવાજ મુજબ થયા હતા અને તેને સંતાનમાં બે દીકરાઓ 9 વર્ષીય માધવ અને 4 વર્ષીય શિવમ છે. વર્ષ 2018 સુધી દીપ્તિબેનનું લગ્નજીવન સામાન્ય રીતે ચાલતું હતું. બાદમાં 1-09-2018નાં રોજ દીપ્તિબેનનાં સસરા હંસરાજભાઈએ તેના બીજા પુત્ર પરેશભાઈનું સગપણ મારી બીજી નાની બહેન રોશનીબેન સાથે કરવા માટે કહ્યું હતું. જો કે, આ માટે કુટુંબ-પરિવારનાં સભ્યો તૈયાર નહીં થતા અમે આ સગપણ માટે ના પાડી હતી.

દીપ્તિબેને રડતા-રડતા કહ્યું – ‘મારાથી હવે આ ત્રાસ સહન થતો નથી’
ત્યારબાદ દીપ્તિબેનનાં પતિ શૈલેષભાઈ કાચા, સસરા હંસરાજભાઈ કાચા અને સાસુ હંસાબેને તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. અઢી વર્ષ પૂર્વે રોશનીબેનનાં લગ્ન અન્યત્ર કર્યા બાદ દીપ્તિબેનનાં પતિ અને સાસુ-સસરાનો ત્રાસ અસહ્ય બની ગયો હતો અને પતિ અવારનવાર હાથ ઉપાડવા લાગ્યો હતો. વીસેક દિવસ પહેલા દીપ્તિબેન બંને બાળકોને લઈ પરત આવી ગયા હતા અને રડતા-રડતા કહ્યું હતું કે, મારાથી હવે આ ત્રાસ સહન થતો નથી. જો કે, તેણીના માતા-પિતા સહિતના પરિવારે તેના સસરિયાઓની સાથે વાત કરીને સમજાવવાની ખાતરી આપતા તેઓ પરત સાસરે ચાલ્યા ગયા હતા.

પતિ સાથે ઝઘડો થતા ઝેરી ટીકડા ખાઈ લીધા
બાદમાં ગત તારીખ 18 એપ્રિલે સાંજે સાડા 6 આસપાસ દીપ્તિબેનનાં પતિ અને સાસુ તેમને બેભાન હાલતમાં એક રીક્ષામાં લાવ્યા હતા. જ્યારે તેમને શું થયું છે? તેમ પૂછતાં દીપ્તિ સીડી પરથી પડી જતા બેભાન થઈ હોવાનું કહ્યું હતું. જેને પગલે દીપ્તિબેનને ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા ત્યાંના ડૉક્ટરે આ પડી જવાનો નહીં પરંતુ, દવા પીવાનો કેસ છે તેવું જણાવ્યું. ત્યારબાદ બનેવી શૈલેષભાઈએ કબૂલ કર્યું હતું કે, તેમની સાથે ઝઘડો થતા દીપ્તિબેને ઘઉંમાં નાખવાના ઝેરી ટિકડા ખાઈ લીધા છે. જેને પગલે દીપ્તિબેનને ફરી બીજી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ત્રણ લાખ રૂપિયા જમા કરાવવાનું કહેતા બનેવીએ પોતાની પાસે આ રકમ નહીં હોવાનું કહી બહેનને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નિપજ્યું હતું. આમ દીપ્તિબેનને પતિ શૈલેષભાઈ, સાસુ હંસાબેન અને સસરા હંસરાજભાઈનાં ત્રાસને કારણે આ પગલું ભરી લીધું છે. હાલ પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…