અમદાવાદ5 કલાક પહેલા
- કૉપી લિંક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકમાં વધારો થઈ રહ્યો છે. પ્રોપર્ટી ટેક્સ ઉપરાંત AMCના ઈતિહાસમાં પહેલીવાર ટાઉન પ્લાનિંગ વિભાગની વિવિધ ફીથી લઇ અને દંડ પેટે મળી કુલ 1683 કરોડની આવક થઈ છે. છેલ્લાં બે મહિનામાં પ્લાન ડેવલપમેન્ટ ફી પેટે 721 કરોડની આવક થઈ છે અને એપ્રિલ મહિનાના 14 દિવસમાં 427 કરોડની આવક થઈ છે. વર્ષ 2022- 23 દરમિયાન પ્લાન પાર્સિંગ, FSI મારફતે 1533 કરોડ અને બેટરમેન્ટ ચાર્જ પેટે 70 કરોડ સહિત કુલ 1683 કરોડની આવક થઈ છે. ટાઉન પ્લાનિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, આ વર્ષે ટાઉન પ્લાનિંગ વિભાગની 1683 કરોડની ઐતિહાસિક આવક થઈ છે.
6 વર્ષમાં કુલ 5974 કરોડની આવક
શહેરના નાગરિકોની સુવિધામાં સતત વધારો થાય તેમજ નાગરિકોની સરળતા અને સુગમતા રહે અને કોઈ પ્રકારે હાલાકીનો સામનો ન કરવો પડે તે હેતુસર તમામ પ્રકારની ચૂકવણી માટે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટાઉન પ્લાનિંગ વિભાગમાં ‘ઓનલાઈન પેમેન્ટ’ સુવિધા પૂરી પાડવામાં આવી છે. શહેરના વિકાસને ધ્યાનમાં લઈને મેટ્રો રેલ, BRTS, વગેરે માટે CBD અને TOZ વિસ્તાર માટે 54ની FSI મુજબ વિકાસ પરવાનગી આપવામાં આવે છે. ટી.પી. વિભાગના કર્મચારીઓએ છેલ્લાં 45 દિવસ દરમિયાન જાહેર રજાના દિવસે પણ કામકાજ ચાલુ રાખીને સતત સેવા આપી છે. AMCના ટાઉન પ્લાનિંગ વિભાગને 6 વર્ષમાં કુલ 5974 કરોડની આવક થઈ છે.
AMCને કયા વર્ષમાં કેટલી આવક
2017-18માં 857 કરોડ
2018-19માં 872 કરોડ
2019-20માં 895 કરોડ
2020-21માં 734 કરોડ
2021-22માં 933 કરોડ
2022-23માં 1683 કરોડ