વલસાડ5 કલાક પહેલા
- કૉપી લિંક

વલસાડ જિલ્લામાં વધતી જતી મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓને અંકુશ લાવવા અને જૂના ચોરાયેલા મોબાઈનો ભેદ ઉકેલવા વલસાડ SOGની ટીમને SP ડો. રાજદીપસિંહ ઝાલાએ સૂચના આપી હતો. જે સૂચના અને માર્ગદર્શન હેઠળ વલસાડ SOGની ટીમે વાપીમાં આવેલી એક મોબાઇલની દુકાનમ ચેક કરતા સેકન્ડ મોબાઈલ દુકાનદારે મોબાઈલ વેચનાર પાસેથી બિલ કે મોબાઈલના બોક્સ કે અન્ય કોઈ પુરાવા લીધા ન હોવાનું જાણવા મળ્યું હતું. જેથી દુકાનમાં આધાર પુરાવા વગરના 36 મોબાઈલ અને અન્ય 4 ઇસમોને ચોરીના મોબાઈલ ઉપયોગ કરતા વલસાડ SOGની ટીમે ઝડપી પાડયા હતા. દુકાનદાર પાસેથી મળેલા 36 મોબાઈલ હાલ 41(1) ડી મુજબ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે

વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપ સિંહ ઝાલા ની સૂચના અને માર્ગદર્શન હેઠળ વલસાડ SOGની ટીમ વાપી વિસ્તારમાં મોબાઇલ સ્ટેચિંગના ગુન્હાઓનો ભેદ ઉકેલવા, પેટ્રોલિંગ કરી રહી હતી, જે દરમિયાન મળેલી બાતમી આધારે, ડુંગરા હરિયા પાર્ક ગેટની બાજુમાં આવેલી શ્રી ક્રિષ્ના મોબાઈલ દુકાનના માલિકે તેમની દુકાનમાં સ્નેચિંગ અને ચોરી કરેલા મોબાઈલ રાખ્યા હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે SOGની ટીનમે શ્રી ક્રિષ્ના મોબાઈલ ની દુકાને જઈ ચેક કરતા, અલગ અલગ કંપનીના 36 સેકન્ડ હેન્ડ એન્ડ્રોઇડ મોબાઈલ, જેની કિંમત રૂપિયા 1. 32 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આ સાથે શ્રી ક્રિષ્ના મોબાઈલ દુકાન ના માલિક રાજકુમાર રામજીવન વર્માની SOG ની ટીમે મોબાઈલ ના આધાર પુરાવાઓ અંગે પૂછપરછ કરતા, દુકાન માલિકે આધાર પુરાવા ના હોવાનું જણાવ્યું હતું. જેથી SOG ની ટીમે દુકાન માલિક રામકુમાર રામજીવન વર્માની 41(1)ડી મુજબ અટકાયત કરી, આગળની તપાસ ડુંગરા પોલીસને સોંપી છે.
આ ઉપરાંત ડુંગરા પોલીસ મથક હદ વિસ્તારમાંથી મોબાઇલ સ્નેચિંગ થયેલા ચાર મોબાઈલ ફોન રિકવર કરી, આ ફોન વાપરતા ચાર ઈસમોની પણ ધરપકડ કરી, આગળની તપાસ ડુંગરા પોલીસને સોંપી છે.



