બનાસકાંઠા (પાલનપુર)2 કલાક પહેલા
- કૉપી લિંક

પાલનપુર સ્વસ્તિક સમર કેમ્પનું આયોજન કરવમાં આવ્યું છે. જેમાં આજે સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો એ સમર કેમ્પ નો લાભ લીધો હતો. બાળકોને વિવિધ ટ્રમ્પોલીંગ, બોટિંગ, જમ્પિંગ ફોર્મ પાર્ટી, સ્લાઇડર, માટીકામ નિશાન તાક, હેલિકોપ્ટર, ટ્રેન, જીપ ચકરડી જુદી જુદી ગેમ્સમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

બાળકોમાં રહેલ સુસુપ્ત શક્તિઓ ખીલી ઊઠે તેવા શુભ આશય થી સ્વસ્તિક સમર કેમ્પના છેલ્લા દિવસે સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો એ આજ રોજ સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ તેમજ આઇ સીડી એસ પાલનપુર દ્વારા આયોજીત મસ્તી વાલા સમર કેમ્પમાં આંગણવાડીના કુલ 400 બાળકોએ ભાગ લીધેલ. જેમાં બાળકોને વિવિધ ટ્રમ્પોલીંગ, બોટિંગ, જમ્પિંગ ફોર્મ પાર્ટી, સ્લાઇડર, માટીકામ નિશાન તાક, હેલિકોપ્ટર, ટ્રેન, જીપ ચકરડી જુદી જુદી કુલ 17 ગેમ્સમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

નાના ભૂલકાઓ દ્વારા બાળગીત, અભિનય ગીત, શ્લોક ડાન્સ રજૂ કરવામાં આવેલ.મસ્તી વાલા સમર કેમ્પમાં આઈ સીડી એસના સીડીપીઓ જીજ્ઞાબેન પટેલ, સુપરવાઇઝર ગીતાબેન નગરીયા, નયનાબેન ગુર્જર ,PSE સ્મિતાબેન હાજર રહેલ.આઇ સીડી એસના કુલ 70 આંગણવાડી કાર્યકરો હાજર રહેલ અને બાળકોને વિવિધ ગ્રુપ ગેમ્સમાં મદદ કરેલ.સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના પ્રમુખ રમેશભાઈ પટેલ તથા ટ્રસ્ટીઓ આચાર્યઓ સ્ટાફ દ્વારા ખૂબ સુંદર આયોજન કરી મસ્તી વાલા સમર કેમ્પની સફળ બનાવેલ. સ્વસ્તિક સંકુલ સંસ્કાર સિંચન તથા શિક્ષણ ઘડતરનું સારું કામ કરી રહેલ છે તેમની પ્રગતિ માટે શુભકામનાઓ સી.ડી.પી. ઓ બેન જીજ્ઞાબેન પટેલ એ આપી હતી.

