Saturday, April 22, 2023

આર્થિક અને શારીરિક તકલીફોને લઈ સહપરિવાર રાધનપુર રેલવે નીચે પડતું મુકે તે પહેલાં જ સ્ટાફે બચાવી લીધો | Due to financial and physical problems, the family was rescued by the staff before they fell down the Radhanpur railway | Times Of Ahmedabad

પાટણ2 કલાક પહેલા

  • કૉપી લિંક

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ રેલ્વે સ્ટેશન ખાતે સમી તાલુકાના જાખેલ ગામના ઠાકોર ચમનજી હેમાજી અને તેના પત્ની અને તેના ચાર બાળકો આર્થિક અને શારીરિક સંક્રમણને લઈ સહપરિવાર જીવન ટૂંકાવવા માટે રાધનપુર રેલવે સ્ટેશન પડતું મૂકવા માટે આવ્યા હતા પરંતુ રેલવે ચાલકની સમય સૂચકતાને લઈ મોટી જાનહાનિ તરતા સંપૂર્ણ પરિવારને બચાવી લેવાતા લોકોએ હાથકારો અનુભવ હતો.

બનાવવાની મળતી હકીકત મુજબ સમી તાલુકાના જાખેલ ગામે રહેતા અને મજૂરી કામ કરી પોતાની પત્ની અને ચાર બાળકોનું જીવન નિર્વાહ ચલાવતા ઠાકોર ચમનજી હેમાજી છેલ્લા કેટલાક સમયથી આર્થિક અને શારીરિક રીતે સંક્રમણ ભોગવી રહ્યા હોય જેના કારણે જીવનથી નાસીપાસ થઈ સહ પરિવાર સાથે આત્મ હત્યા કરવાનો વિચાર કરી પોતાની પત્ની અને ચાર બાળકો સાથે શનિવારના રોજ રાધનપુર રેલવે સ્ટેશન એ રેલવે નીચે પડતું મૂકવા માટે મન બનાવીને આવ્યા હતા.

આ સમય દરમિયાન ધીમી ગતિએ રાધનપુર રેલવે સ્ટેશન એ આવી રહેલી રેલવે નીચે ઠાકોર ચમનજી એ પોતાના એક બાળક સાથે પડતું મુકતા અને આ ઘટના રેલ્વે ચાલકના ધ્યાન આવતા તેઓએ તાત્કાલિક બ્રેક મારી દેતા રેલવે ઊભી રહી જવા પામી હતી અને રેલવે ચાલકે તાત્કાલિક આ બાબતની જાણ અન્ય રેલવે કર્મચારીઓને તેમજ રેલવે પોલીસને કરતા તેઓએ ઘટના સ્થળે દોડી આવી ચમનજી ઠાકોર સહિત તેમના માસુમ બાળકને રેલવેની ટક્કરે થયેલી સામાન્ય ઇજાઓના કારણે 108 મારફત સારવાર વખતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે ચમનજીના પત્ની સહિત અન્ય ત્રણ બાળકોને પણ સહી સલામત ઉગારી લેવામાં આવતા મોટી દુર્ઘટના બનતી અટકી હોય લોકોએ હાસ્કારો અનુભવ્યો હતો. જોકે બનાવવાની જાણ રાધનપુર શહેરમાં વાયુવેગે ફેલાતા રેલવે સ્ટેશન પર તેમજ હોસ્પિટલ ઉપર લોકોના ધાડે ધાડા ઉમટી પડ્યા હતા તો બનાવની જાણ રાધનપુરના ધારાસભ્ય લવિંગજીને થતા તેઓએ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી સઘળી હકીકત જાણી ઠાકોર પરિવારને આશ્વાસન પૂરું પાડ્યું હતું.

રાધનપુર રેલવે સ્ટેશન પર સમી તાલુકાના જાખેલ ગામના એક જ પરિવારના છ લોકો રેલવે નીચે પડતું મૂકવા આવ્યા હોવાની ઘટનાને લઇ સનસનાટી મચી જવા પામી હતી. તો આ બનાવના પગલે રેલવે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું રેલવેમાં ફરજ બજાવતા ભરતભાઈએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: