Saturday, April 22, 2023

ગાંધીનગરના રાંદેસણમાં પૂર્વ ધારાસભ્યનાં પુત્રના ફ્લેટમાં દુબઈથી ઓપરેટ થતાં ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ, 17 આરોપીઓની પચાસ મોબાઇલ-લેપટોપ સહિત લાખોના મુદ્દામાલ સાથે અટકાયત | Exposed of cricket betting operating from Dubai in former MLA's flat in Gandhinagar's Randesan, 17 accused arrested with valuables worth lakhs including 50 mobile-laptops | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Exposed Of Cricket Betting Operating From Dubai In Former MLA’s Flat In Gandhinagar’s Randesan, 17 Accused Arrested With Valuables Worth Lakhs Including 50 Mobile laptops

ગાંધીનગર6 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગાંધીનગરના રાંદેસણમાં આવેલ મારુતિ મેગ્નમ સોસાયટીના પાંચમા માળે આવેલા પૂર્વ ધારાસભ્યના પૂત્રના ફ્લેટમાં લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે ત્રાટકીને દુબઈથી બુકી દ્વારા ઓપરેટ થતાં ક્રિકેટ સટ્ટાના સટ્ટાનો પર્દાફાશ કરી 17 આરોપીઓને રંગેહાથ પાડવામાં આવતાં ચકચાર મચી ગઈ છે. એલસીબીએ આરોપીઓની અટકાયત કરી ચાર લેપટોપ, 50 મોબાઇલ ફોન, ઢગલા બંધ સીમકાર્ડ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લઈ તપાસનો દોર હાથ ધરતાં બુકી રવિ કૈલાશકુમાર માળી અને જિતુ માળીના નામ ખુલ્યા છે.

ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ ડી બી વાળા સહિતની ટીમે પૂર્વ બાતમીના આધારે રાંદેસણમાં આવેલ મારુતિ મેગ્નમ સોસાયટીના પાંચમા માળે આવેલા ફ્લેટ નંબર A/501 માં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં અંદરનો નજારો જોઈને એલસીબીની ટીમ ચોંકી ઉઠી હતી. જ્યાં ચાર લેપટોપ અને મોબાઈલ ઉપર ક્રિકેટ સટ્ટો લખતાં 17 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.

જેઓની પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ અક્ષય અમરનાથ હરફુલ સઉદે (વાલ્મીકી) (રહે. ફલેટ નં.4 એલ.સોસાયટી, નારાયણ બાપુનગર, નાસીક જેલ રોડ, તા.જી.નાસિક મહારાષ્ટ્ર), ધવલ ચંદ્રકાંતભાઇ પટેલ (રહે. 1126, કડા દરવાજા, વિસનગર, જી.મહેસાણા), મુરતુઝા અલી ભુસેરી (રહે. 7, કોહીનુર સોસાયટી, પકાલરોડ, દ્રારકા નાસીક,મહારાષ્ટ્ર), પુખરાજ બાબુરામ જાંટ (રહે. નવાતલા તા.પસપદરા જી. બાડમેર રાજસ્થાન), તેજારામ દુર્ગારામ ચૌધરી (રહે. માધાસર તા.બાઇતુ જી.બાડમેર રાજસ્થાન),ભગીરથ હરૂરામ ચૌધરી (રહે. ખોખસર, કાંકોલગઢ તા.ગીડા જી. બાડમેર રાજસ્થાન), રાજેન્દ્ર દેવારામ નાઇ (રહે. સોલંકીયાતલા, બાપુનગર મહોલ્લા તા.શેરગઢ જી. જોધપુર રાજસ્થાન), તેજસિંહ સગતસિંહ રાજપુત (રહે. ભાલુ, અનોપગઢ તા. બાલેસર જી. જોધપુર રાજસ્થાન), રમેશકુમાર હિરારામ મેરારામ જાંટ (રહે. હારડા ભારતસિંહતા.ગીડા જી.બાડમેર રાજસ્થાન), શ્યમાકુમાર રાજમોગલી કુમુરેલ્લા યાદવ (રહે. રંગાસાગર, તા.માંડલ વિરપુર જી.જેગતીયાલ તેલંગણા), સવાઇરામ ધમંડારામ ગેવરરામ લુહાર (રહે. ખોખસર ગામ તા.ગીડા જી.બાડમેર રાજસ્થાન), ગોપાલસિંહ ઉદયસિંહ તગતસિંહ રાજપુત (રહે. ખંનોરા ગામ તા.પચપતરા જી.બાડમેર રાજસ્થાન), ગમંડારામ વિષ્ણારામ કિસ્પુરારામ જાંટ (રહે. ઉંડુ, રાવાકી ધાણી, પનાવાસ મહોલ્લો તા.શિવ જી. બાડમેર રાજસ્થાન), પ્રહલાદકુમાર પુનમારામ હારજીરામ જાંટ (રહે. રાજબેરા તા.શિવ જી.બાડમેર રાજસ્થાન), વિક્રમસિંગ નરપતસિંહ હિરસિંગ રાજપુત (રહે. મુલસિંગનગર, બાલેસર તા.બાલેસર જી.જોધપુર રાજસ્થાન), સુલતાનસિંગ આનંદસિંગ મહોરસિંગ રાજપુત (રહે. ગામ દેવનગર બાલેસર તા.બાલેસર જી.જોધપુર રાજસ્થાન) તેમજ શ્રવણસિંગ ગુલાબસિંગ ધુળસિંગ રાજપુત (રહે. ચોરડીયા તા.શેરગઢ જી.જોધપુર રાજસ્થાન) હોવાની કબૂલાત કરી હતી.

બાદમાં એલસીબીએ ફ્લેટમાં વધુ તપાસ કરતા 50 મોબાઇલ ફોન, ઢગલા બંધ સીમકાર્ડ, ચાર લેપટોપ ઉપરાંત ક્રિકેટ સટ્ટો લખવાના હિસાબો સહિતનું સાહિત્ય મળીને લાખો રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ અંગે એલસીબી સૂત્રોએ કહ્યું હતું, દુબઈમાં બેઠેલા બુકીઓ થકી આખું સટ્ટાનું નેટવર્ક ચાલતું હતું. જેમાં મુખ્ય બુકી તરીકે રાજસ્થાનના રવિ કૈલાશકુમાર માળી અને જિતુ માળીના નામ ખુલ્યા છે.

આ આખું રેકેટ છેલ્લા પંદરેક દિવસથી ચાલતું હતું. જે માટે ઉક્ત ફ્લેટ પૂર્વ ધારાસભ્યના પુત્રનો હોવાની વિગતો બહાર આવી છે. ફ્લેટમાંથી આંતરરાજ્ય ક્રીકેટ સટ્ટાના સોદાઓ થતાં હતાં. ગેંગનુ રેકેટ એટલુ મોટુ છે કે, રેઇડની કાર્યવાહી ગઇકાલ રાત્રિથી હજી ચાલી રહી છે. ક્રીકેટ સટ્ટાનો વેપારના સોદાઓનો આકડો એટલો મોટો છે કે તે કરોડોને પાર જઇ શકે જેની ગણતરી હાલમાં ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: