- Gujarati News
- Local
- Gujarat
- Valsad
- The Bail Application Of The Accused Who Committed The Fraud By Demanding 66 Thousand To Give Rs. 1.80 Lakh To The Trapped Woman In Valsad Was Rejected.
વલસાડ41 મિનિટ પહેલા
- કૉપી લિંક

વલસાડમાં તિથલ રોડ ઉપર રહેતી એક મહિલાની ઓળખાણ તપરવેરની પોટકટ સેલ કરતી મહિલા સાથે થઈ હતી. જે મહિલાએ વર્ષ 2019માં ધંધામાં ખોટ જતી હોવાનું જણાવી 1.80 લાખ મહિલા પાસેથી ઉધાર માંગ્યા હતા. જે બાદ મહિલાને પરત કર્યા ન હતા. જેથી મહિલાએ વલસાડના એક યુટ્યુબરનો સંપર્ક કરીને ઉછીના રૂપિયા લઈને પરત ન આપતી મહિલા વિરુદ્ધ સમાચાર બનાવવા જણાવતા યુટ્યુબ પર ખાનગી ચેનલ ચલાવતા રિપોર્ટરે 66 હજારની માંગણી કરી હતી. જેથી મહિલાએ રોકડા અને ડિઝીટલ પ્રેમેન્ટ વડે ચુકવણું કર્યું હતું. જોકે, 7 દિવસ સુધી ઉછીના આપેલા રૂપિયા પરત આવ્યાં ન હતા. જેથી મહિલાએ યુટ્યુબ ચેનલના રિપોર્ટર વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં આરોપીની ધરપકડ બાદ આરોપીએ જેલમાંથી મુક્ત થવા કરેલી જામીન અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વલસાડની એડિશનલ સેશન્સ કોર્ટના જજ ટી વી આહુજાએ આરોપીના જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

શું છે સમગ્ર મામલો?
વલસાડ શહેરમાં તિથલ રોડ ઉપર આવેલી અમર ધારા એપાર્ટમેન્ટમાં રહેતા રચનાબેન તેજસભાઈ પૂજારાની ઓળખાણ તપરવેરનું સેલ્સનું કામ કરતી મહિલા મંજરીબેન દેસાઈ સાથે થઈ હતી. જે બાદ પારિવારિક મિત્રતા બની ગઈ હતી. ત્યારે વર્ષ 2019માં મંજરીબેન દેસાઈએ તેમના તપરવેરના ધંધામાં નુકસાની જતા રચનાબેન પાસેથી 1.80 લાખ રૂપિયા ઉછીના માંગ્યા હતા. જેથી રચનાબેન પાસે વ્યવસ્થા થતા તેમને રોકડા અને ચેક વડે કુલ 1.80 લાખ રૂપિયા મંજરીબેનને આપ્યાં હતા. ત્યારબાદ લોકડાઉન શરૂ થતાં રચનાબેનને લોકડાઉન બાદ મંજરીબેનને આપેલા રૂપિયા પરત માંગ્યા હતા. મંજરીબેન રૂપિયા પરત ન આપતા બહેનપણી શીતલબેનને યુટ્યુબ પર ખાનગી ચેનલ ચલાવતા રિપોર્ટર રીંકુ ઉર્ફે મહમદ અલી સાથે રચનાબેનની ઓળખાણ કરાવી હતી.

ત્યારબાદ રચનાબેને મંજરીબેનને ઉછીના આપેલા 1.80 લાખ પરત અપાવવા માટે રીન્કુ ઉર્ફે મોહમ્મદ અલીને વાત કરી હતી. રિપોર્ટરે રૂપિયાની માગણી કરતા રચનાબેને રીંકુ ઉર્ફે મોહમ્મદ અલીને 36000 રૂપિયા ગુગલ પે કર્યા હતા, અને 30,000 રૂપિયા રોકડેથી આપ્યા હતા. રીંકુએ રચનાબેનને તમારું કામ 7 દિવસમાં થઈ જશે તેમ જણાવ્યું હતું. સાત દિવસ ઉપર દિવસો થઈ જતા રચનાબેને ફોન ઉપર અને રૂબરૂમાં રીંકુ પાસે પોતાના 66 હજાર રૂપિયા પરત માંગતા, રીંકુ ઉડાવ જવાબ આપતો હતો, અને ખોટા વાયદાઓ રચનાબેનને કરતો હતો. રચનાબેને ફોર્સ કરી રૂપિયા માંગતા, રીંકુ એ રચનાબેનના નામનો 1.50 લાખનો ચેક રચનાબેનને આપી જણાવ્યું હતું કે, તમારા રૂપિયા મેં મંજરીબેન પાસેથી લઈ લીધા છે, અને આ ચેક છે, જે તમે તમારા ખાતામાં નાખી દો.
રચનાબેને ચેક બેંકમાં જમા કરાવતા, ખાતામાં રૂપિયા ન હોવાથી ચેક બાઉન્સ થયો હતો. રચનાબેને રીંકુ પાસે ફોર્સ કરી ફરી રૂપિયા માંગતા, રીંકુ એ રચનાબેનને ગાળો આપીને, જો હવે તમે રૂપિયા માંગશો તો મીડિયામાં તમને બદનામ કરી દઈ દઈશ તેવી ધમકીઓ આપવા લાગ્યો હતો. જેને લઇ આજરોજ રચનાબેને યુટ્યુબ પર ખાનગી ચેનલ ચલાવતા રિપોર્ટર રીન્કુ ઉર્ફે મોહમ્મદ અલી વિરુદ્ધ રૂપિયા 66 હજારની છેતરપિંડીની ફરિયાદ વલસાડ સીટી પોલીસ મથકે નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ કેસનો આરોપીની ધરપકડ બાદ આરોપીને જ્યૂડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. ત્યારે જેલમાંથી મુક્ત થવા આરોપીએ આજરોજ વલસાડની એડિશનલ સેશન્સ કોર્ટમાં જામીન અરજી રજૂ કરી હતી. જે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વલસાડની એડિશનલ સેશન્સ કોર્ટના જજ ટી વી આહુજાએ આરોપીના જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.
આરોપી લોકો સાથે છેતરપિંડી કરવાની ટેવ ધરાવે છે. આરોપી વિરુદ્ધ વલસાડ જિલ્લામાં 6 અને મહારાષ્ટ્રના નાસિકમાં 1 ફરિયાદ મળી કુલ 7 છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે અત્યાર સુધીમાં અલગ-અલગ ફાઈયન્સ કે અલગ અલગ રીતે લોકોને લોભામણી લાલચ આપવામાં માહિતા ધરાવે છે.