બોટાદએક કલાક પહેલા
- કૉપી લિંક

વર્ષ 2023-24 માટે સરકારના બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ જેવી કે ફળ પાકોના વાવેતર, બાગાયતી યાંત્રિકરણ, કાપણી પછી વ્યવસ્થાપન અને મૂલ્ય વર્ધન, ફૂલ અને ઔષધિય/સુંગધિત પાકોના વાવેતર માટે, બિયારણ / ઘરું / ફળ રોપ ઉત્પાદન માટે, મધમાખી ઉછેર, રક્ષિત ખેતી, શાકભાજી પાકોમાં વાવેતર માટે જેવા વિવિધ ઘટકો માટે તા. 31/5/2023 સુધી અરજી કરી મહત્તમ ખેડૂતો લાભ લઇ શકે તે માટે આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
લાભ લેવા માંગતા ખેડૂતોએ આઇ-ખેડૂત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in) પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ પર પોતાની સહી કે અંગુઠાનું નિશાન કરી જરૂરી સાધનિક કાગળો સાથે સમય મર્યાદામાં નાયબ બાગાયત નિયામકની કચેરી, બોટાદ ખાતે રજૂ કરવાની રહેશે. સામાન્ય રીતે, ખેડૂતો અરજી કર્યા બાદ પ્રિન્ટ કચેરીમાં જમા કરાવતા ન હોવાથી અરજી નામંજૂર કે સહાય મેળવવામાં વિલંબ થાય છે. જેની નોંધ લેવા તેમજ વધુ મહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, એ/એસ/૧૨, બીજો માળ, જિલ્લા સેવા સદન,ખસ રોડ, બોટાદનો સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામક, બોટાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.