Tuesday, April 18, 2023

ટેટની પરીક્ષાને લઈ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અનુસ્નાતક સેમ 2ની પરીક્ષા 20ના બદલે 25 એપ્રિલથી શરૂ થશે | Hemchandracharya North Gujarat University Post Graduate Sem 2 exam will start from April 25 instead of 20 due to TET exam | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Hemchandracharya North Gujarat University Post Graduate Sem 2 Exam Will Start From April 25 Instead Of 20 Due To TET Exam

પાટણ3 કલાક પહેલા

  • કૉપી લિંક

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની વાર્ષિક પરીક્ષાઓ ત્રણ તબક્કામાં યોજાઇ રહી છે. બીજા તબક્કામાં અનુસ્નાતક સેમ 2ની એમ.એ,એમ.કોમ, એમ.એસ.સી, એમ.એસ.ડબલ્યુ, એમ.આર.એસ,એમ.એડ, એમ.જે.એમ.સી, એમપીએડ, પી.જી.ડી.એમ.એલ.ટી, પી.જી.ડી.સી.એ સેમ 2ની 11 પરીક્ષાઓ 20 એપ્રિલથી શરૂ થનાર હતી. આ પરીક્ષા દરમિયાન જ 23 એપ્રિલના રોજ રાજ્યભરમાં ટેટની પરીક્ષા યોજાનાર છે. જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે જવાના હોય બંને પરીક્ષાઓમાં એકસાથે હાજર રહી શકે તેમ ના હોય યુનિવર્સિટીની પરીક્ષાઓ મોકૂફ અથવા 23 /24 એપ્રિલ રજા રાખવા છાત્રો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

આ રજૂઆતને અનુસંધાન કુલપતિ, રજિસ્ટ્રાર સાથે પરીક્ષા નિયામકની સંયુક્ત બેઠકમાં છાત્રોના હિતમાં અનુસ્નાતક સેમ 2ની પરીક્ષાઓ પાંચ દિવસ પાછળ ધકેલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 20 એપ્રિલના બદલે હવે 25 એપ્રિલથી પરીક્ષાઓ શરૂ થશે. જેથી અનુસ્નાતકના છાત્રો ટેટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં આપી શકશે. સ્નાતક અભ્યાસક્રમના છાત્રોને ટેટની પરીક્ષા આપવાનીના હોય તેમની પરીક્ષાઓ રાબેતા મુજબ 20 એપ્રિલથી શરૂ થશે. તેવું પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…