સુમુલ ડેરીએ એક લિટર દૂધમાં 2 રૂપિયા વધારો ઝીંક્યો, 6 લિટર છાશમાં રૂ.6 વધ્યા | Sumul Dairy has increased the price of milk by Rs 2 per litre | Times Of Ahmedabad

સુરત2 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar

ફાઈલ તસવીર

મોંઘવારીમાં પિસાતી પ્રજા પર સુમુલ ડેરીએ પણ દૂધના ભાવ વધારીને વધુ એક ફટકો માર્યો છે. દૂધની વિવિધ બ્રાન્ડોના ભાવમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો કર્યો છે. જો કે સુમુલના 250 એમએલના દૂધના પાઉચમાં વધારો થયો નથી. જ્યારે 6 લિટર છાશના ભાવમાં રૂ.6નો વધારો ઝીંકાયો છે.

જનતાને વધુ એક ફટકો સહન કરવાનો વારો
અમુલ ડેરી દ્વારા તાજેતરમાં દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. જો કે દક્ષિણ ગુજરાતમાં અને સુરત તાપી જિલ્લામાં દૂધનું વિતરણ કરતી સૌથી મોટી સુમુલ ડેરી દ્વારા ભાવ વધારો કરાયો ન હતો. પરંતુ આજે એક પરિપત્ર જાહેર કરી દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેને લઈ મોંઘવારીમાં પિસાતી જનતાને વધુ એક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે.

500 એમએલના પાઉચના ભાવમાં રૂ.1નો વધારો
આ ભાવ વધારા અંગે મળેલી વિગત અનુસાર સુમુલ ડેરી દ્વારા વિતરણ થતા અમુલ શક્તિ, અમુલ ગોલ્ડ, અમુલ તાજા તથા અમુલ સ્લીમ ટ્રીમ ઉપરાંત ગાયના દૂધના 500 એમએલના પાઉચના ભાવમાં રૂ.1નો વધારો કરવામાં આવ્યો છે. આ પ્રમાણે કુલ એક લિટરના દૂધના ભાવ પર રૂ.2નો વધારો થયો છે. જ્યારે 250 એમએલના દૂધના પાઉચ તથા 500 એમએલના છાશના પાઉચના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. પરંતુ 6 લિટર છાશના ભાવમાં રૂ.6નો વધારો કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post