Wednesday, April 5, 2023

સિદ્ધપુર APMCના ચેરમેન પદ માટે ઉમેદવારી ફોર્મ ભરાયા, 17 તારીખે ચૂંટણી યોજાશે, 18એ પરિણામ જાહેર થશે | Nomination form filled for the post of chairman of Siddapur APMC, election will be held on 17th, result will be declared on 18th | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Nomination Form Filled For The Post Of Chairman Of Siddapur APMC, Election Will Be Held On 17th, Result Will Be Declared On 18th

પાટણ15 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સિદ્ધપુર ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ ખાતે છેલ્લા કેટલાય સમયથી વહીવટદાર ચાલતો હતો, જેના ભાગરૂપે ગુજરાત સરકારના જાહેરનામા મુજબ બુધવારે બપોરે 11 કલાક થી સાંજે 5 કલાક સુધી APMC ચેરમેન પદેના ઉમેદવારી ફોર્મ ભરાયા હતા.

ઉમેદવાર શંભુભાઈ દેસાઈએ જણાવ્યું હતુ કે, સિદ્ધપુર ગંજ બજારમા કેટલાય સમયથી વહીવટદાર ચાલતો હતો જેનો ગુજરાત સરકાર ના આદેશ મુજબ સિદ્ધપુર APMC મા ચૂંટણી માટેના ફોર્મ ભરવાની આજે 5 તારીખે 11 થી 5 કલાકે નક્કી થયેલ હતી. આજે ઇત્તરમા એટલે કે ખરીદ વેચાણમાં 2, ખેડૂતમા 10 અને વેપારીમાં 4 એમ કુલ 16 ફોર્મ ભર્યા છે. સિદ્ધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ની ચૂંટણી પ્રક્રિયા જાહેરનામા મુજબ નક્કી કરેલ હતી જેની બુધવારે બપોરે 11 થી 5 કલાકે ખેડૂત વિભાગ, ખરીદ વેચાણ વિભાગ અને વેપારી વિભાગના કુલ 16 ઉમેદવાર માટે ઉમેદવારી પત્રક સ્વીકારાયા. જેની ચૂંટણી આગામી 17 તારીખે યોજાશે જેનુ પરિણામ બીજા દિવસે 18 તારીખે જાહેર થશે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.