અરવલ્લી (મોડાસા)3 કલાક પહેલા
- કૉપી લિંક
કોઈપણ વાહન હોય તેની તેજ રફતાર ક્યારેક જીવલેણ સાબિત થતી હોય છે. ત્યારે મોડાસાના શામળાજી રોડ પર એન્જીનીયરીંગ કોલેજ આગળ ડમ્પરની અડફેટે બાઇક સવાર બે યુવકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.

આજે સાંજે 6 વાગ્યાના અરસામાં અરવલ્લી સેવા સદન અને એન્જીનીયરીંગ કોલેજ પાસે મોડાસાના ચારણવાડા ગામના બે આશાસ્પદ યુવકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. બંને યુવકો પોતાના કામકાજ અર્થે મોડાસા આવ્યા હતા અને કામ પતાવી ઘરે જતી વખતે ઘટના ઘટી હતી, ડમ્પર ચાલક અકસ્માત સર્જી ડમ્પર લઈ ફરાર થયો હતો.

સમગ્ર ઘટનાને લઈ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તાજવીજ હાથ ધરી હતી અને અકસ્માત સર્જી ફરાર થનાર ડમ્પર ચાલકની તપાસ હાથ ધરી છે. મૃતક યુવકોમાં એકનું નામ દેવકારણ શામલસિંહ પરમાર જ્યારે અન્ય એકનું નામ જાણી શકાયું નથી.

અન્ય સમાચારો પણ છે…