- Gujarati News
- Local
- Gujarat
- Gandhinagar
- The Speculation Empire In Gandhinagar Is Likely To Cross 2000 Crores, The Evidence That Crores Have Been Sent To Dubai Through Hawala Has Come To Hand.
ગાંધીનગર3 કલાક પહેલા
- કૉપી લિંક

ગાંધીનગરમાં પકડાયેલા સટ્ટા પકરણમાં આંકડો દિવસે-દિવસે વધી રહ્યો છે. શરૂઆતમાં પોલીસને માંડ રૂ.31 લાખના હિસાબ મળ્યાં હતા, જ્યારે બે દિવસ બાદ તપાસ દરમિયાન રૂ.300 કરોડથી વધુના હિસાબ મળી આવ્યાં છે. પોલીસ સૂત્રોનું માનવું છે કે, મોબાઈલ-લેપટોપ, સિમકાર્ડ જેવી વસ્તુઓની તપાસ દરમિયાન આ આંકડો 2 હજાર કરોડથી વધુ પહોંચવાની શક્યતા છે. કેમકે પોલીસની પ્રાથમિક તપાસમાં દરમ્યાન 30 લાખના એક હજાર જેટલા ટ્રાન્ઝેક્શન થયા હોવાનું ખુલ્યું છે.
ન્યૂ ગાંધીનગરના રાયસણમાં 35 હજારના ભાડે પેન્ટ હાઉસ રાખીને 17 પંટરો પાસે સટ્ટો લેવડાવવાના મામલે સૂત્રધાર તરીકે રાજસ્થાનના રવી માળી, જીતુ માળી તથા સુનીલ ચંદનલાલના નામ બહાર આવ્યા છે. સૂત્રધાર મનાતા આ ત્રણેય આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે. ગાંધીનગર પોલીસ તેમના સુધી પહોંચે તે પહેલાં અમદાવાદ પોલીસે ગોતામાંથી આવું જ મોટું સટ્ટાનું ધામ પકડ્યુ હતું. વળી અમદાવાદ અને ગાંધીનગર પોલીસની તપાસમાં સૂત્રધાર તરીકે રાજસ્થાનના ત્રણ બુકીઓના નામ જ આવ્યાં હતા.
ગાંધીનગર પોલીસની તપાસ હજુ રાજસ્થાનના ત્રણ સૂત્રધારો સુધી અટકેલી છે ત્યારે અમદાવાદ પોલીસે પડદા પાછળ રહી આ સમગ્ર ગોરખધંધાનું સંચાલન કરી રહેલા ગુજરાતના વગદાર અને કુખ્યાત બૂટલેગરને પહેલી જ નજરમાં જ ઓળખી લીધો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્રમાં વસતા અને RR નામથી ઓળખાતા આ બૂકીનો સમાવેશ સમગ્ર દેશના ટોચના બૂકીઓમાં થાય છે.
મહાદેવ બુકથી જાણીતી પદ્ધતિ દ્વારા સટ્ટો રમાડવા માટે તે જાણીતો છે. મહાદેવ બુક અને RR એકબીજાના પર્યાય સમાન છે. અગાઉ પોલીસ તપાસનો રેલો છેક તેના સુધી પહોંચી ગયો હતો, પરંતુ આ વખતે પોલીસ તપાસ પોતાના સુધી ન પહોંચે તે માટે તેણે રાજસ્થાન અને દુબઈની થીયરી ઊભી થાય તેવી રીતે કામ કર્યું છે. જેના કારણે મહાદેવ બુકના પુરાવા મળવા છતાં ગાંધીનગર પોલીસને RRની સંડોવણી અંગે અસમંજસ છે.
હવાલા મારફતે મોટા પાયે નાણાની હેરાફેરી કરવામાં પાવરધા RRની ટીમ એટલી સિફતપૂર્વક કામ કરે છે કે, દર કલાકે કરોડો રૂપિયાના વ્યવહાર થતા હોવા છતાં તેમની પાસે લાખ રૂપિયાથી વધુની રોકડ રહેતી ન હતી. ઓનલાઈન સેટલમેન્ટ થયું હોય તેવા નાણાં બોગસ કંપનીઓ અને બેંક એકાઉન્ટ મારફતે દુબઈ પહોંચી જતા હતા.
જ્યારે રોકડે આવેલા નાણાને સટ્ટો લેવાતા હોય તે સ્થળે ભેગા કરવાના બદલે બારોબાર હવાલા મારફતે મોકલી દેવાતા હતા. હજારો કરોડના હવાલાના કાળા કારોબારનો પણ આ સાથે પર્દાફાશ થયો છે ત્યારે આ કેસની તપાસમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ અને સ્ટેટ વિજિલન્સની ટીમ પણ જોડાય તેવી શક્યતા છે.