વડોદરા સેન્ટ્રલ જેલમાં દુષ્કર્મ કેસમાં 20 વર્ષની સજા ભોગવતો કેદી પેરોલ જમ્પ કરીને ફરાર, રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ | Prisoner serving 20 years sentence in Vadodara Central Jail rape case escapes by jumping parole, complaint filed in Raopura Police Station | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Prisoner Serving 20 Years Sentence In Vadodara Central Jail Rape Case Escapes By Jumping Parole, Complaint Filed In Raopura Police Station

વડોદરા15 મિનિટ પહેલા

  • કૉપી લિંક
વડોદરા સેન્ટ્રલ જેલ (ફાઇલ તસવીર) - Divya Bhaskar

વડોદરા સેન્ટ્રલ જેલ (ફાઇલ તસવીર)

વડોદરા સેન્ટ્રલ જેલમાં દુષ્કર્મ કેસમાં 20 વર્ષની સજા ભોગવતો પાકા કામનો કેદી પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયો છે. આ મામલે રાવપુરા પોલીસ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

પેરોલ જમ્પ કરીને કેદી ફરાર
વડોદરા સેન્ટ્રલ જેલના જ્યુડિશીયલ જેલર બી.આર. પરમારે રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પાકા કામનો કેદી રણજીત ઉર્ફે હરેશ ઉર્ફે સુકો ડાહ્યાભાઇ ગોહેલ (રહે. હિમ્મતપુરા, મરીડા, તા.નડીયાદ, જિ.ખેડા) નડીયાદ રૂરલ પોલીસ સ્ટેશનના પોક્સોના કેસમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં 20 વર્ષની સજા ભોગવી રહ્યો છે. 7 માર્ચના રોજ તેના 15 દિવસના પેરોલ મંજૂર થયા હતા અને 11 માર્ચના રોજ તે પેરોલ પર મુક્ત થયો હતો. 27 માર્ચના રોજ કેદીને જેલમાં હાજર થવાનું હતું. જો કે, તે હાજર ન થઈને પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયો હતો. આ મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

અગાઉ દુષ્કર્મનો કેદી ફરાર થઈ ગયો હતો
બે દિવસ પહેલા રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે વિજય પ્રેમચંદ સોલંકી (રહે. એકતાનગર, આજવા રોડ, વડોદરા) બોરસદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના બળાત્કારના ગુનામાં વડોદરા સેન્ટ્રલ જેલમાં 10 વર્ષની સજા ભોગવી રહ્યો છે. આ દરમિયાન તેના 9 માર્ચના રોજ તેના 15 દિવસના પેરોલ મંજુર થયા હતા. તેને પેરોલ પૂરા કરીને 25 માર્ચના રોજ હાજર થવાનું હતું. જોકે, તે હાજર ન થઈને ફરાર થઈ ગયો હતો. જેથી જેલર બી.આર. પરમારે કેદી વિજય સોલંકી વિરુદ્ધ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અગાઉ હત્યાનો કેદી પણ ફરાર થઈ ગયો હતો
બે દિવસ પહેલા રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી બીજી એક ફરિયાદ પ્રમાણે સંજય નાનજીભાઇ વાળંદ (રહે. ગામ- વાસણા(રાસ), તા. બોરસદ, જિ. આણંદ) હત્યાના ગુનામાં વડોદરા સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. ગત 15 માર્ચના રોજ તેના 7 દિવસના પેરોલ મંજૂર થયા હતા અને 18 માર્ચના રોજ તેને પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો હતો. 26 માર્ચના રોજ તેના પેરોલ પૂર્ણ થઈ ગયા હતા. જોકે, પેરોલ પૂરા થયા પછી પણ તે હાજર થયો નહોતો અને ફરાર થઈ ગયો હતો. જેથી જેલર બી.આર. પરમારે કેદી સંજય વાળંદ સામે રાવપુરા પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાવી છે. રાવપુરા પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post