વામન કદનો યુવાન વિપરીત સંજોગોમાં પણ ખુદાની બંદગી ભૂલ્યો નથી, દર વર્ષે રોઝા રાખી ખુદા પ્રત્યેની શ્રદ્ધા દર્શાવે છે | The dwarf-sized youth has not forgotten his devotion to God even in adverse circumstances, showing his faith in God by fasting every year. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • The Dwarf sized Youth Has Not Forgotten His Devotion To God Even In Adverse Circumstances, Showing His Faith In God By Fasting Every Year.

કચ્છ (ભુજ )એક કલાક પહેલા

  • કૉપી લિંક

રાજેશ ખન્ના અભિનીત હિન્દી ફિલ અમ્રિતનું આ દર્દભર્યું ગિત લોકોને પરેશાની સામે લડવાની શીખ આપી જાય છે. એજ રીતે ભચાઉ તાલુકાનો નાની ચિરઈ ગામનો માત્ર બે ફૂટ ઉંચાઈ ધરાવતો ઉંમર પરિટ નામનો યુવાન પણ આ ફિલ્મી પંક્તિને ચરિતાર્થ કરતો હોય તેમ અનેક મુશ્કેલીઓ વચ્ચે ખુશ રહેવાનું શીખવી જાય છે. 10 ભાઈ બહેનોમાં એક માત્ર ઉંમર શારીરિક ખોટ ધરાવે છે. વામન કદના કારણે તે સામાન્ય જીવન જીવવા અસમર્થ છે તો કોઈજ કામધંધા ના મળવાથી આશ્રિત જીવન જીવવા મજબુર છે.

ભચાઉ-ગાંધીધામ હાઇવે પર આવેલા નાની ચિરઈ ગામમાં રહેતો 42 વર્ષીય ઉંમર અમુ પરિટ કુદરતી ખોટના કારણે વામન કદનો રહી ગયો છે. ત્રણ વર્ષ બાદ તેની ઉંમર સાથે ઊંચાઈ વધી નહિ. આમતો અનેક લોકો આ શારીરિક રોગનો ભોગ બનતા હોય છે અને તેનો સદલાભ મેળવી યથાયોગ્ય સ્થાને હોઠવાઈ જતા હોય છે. પરંતુ ઉંમર પરિટને હજુ સુધી આવું કોઈ સ્થાન મળી શક્યું નથી. જેના પરિણામ શારીરિક લાચારી સાથે તે આર્થિક મુશ્કેલીમાં આશ્રિત જીવન જીવવા મજબુર બન્યો છે. જોકે આ તમામ વિપરીત સંજોગો વચ્ચે પણ તે પોતાના ઇસ્લામ ધર્મના નીતિ નિયમ ચુક્યો નથી. ઉંમર દરરોજ બે ટાઈમ નમાઝ પઢે છે તો દર વર્ષે રમઝાન માસ દરમિયાન સળંગ રોઝા રાખી ખુદાની બંદગી કરે છે.

આ વિશે મૂળ નાની ચિરઈના અને ઉંમર પરિટના પરિચિત રમજું પરિટે જણાવ્યું હતું કે ઉંમર બાળપણથી યુવાનીમાં આવ્યા બાદ હવે આધેડ વયમાં પહોંચી ગયો છે. છતાં તેના વામન કદના કારણે તેને હજુ સુધી કોઈ રોજગારની તક મળી નથી. તેના 4 ભાઈ અને 5 બહેનના લગ્ન થઈ ગયા છે. તેમાં મોટા ભાગના શ્રમ કાર્ય સાથે જોડાયેલા છે. ખાસ કરીને ઉંમરના માતા પિતાનું કુદરતી નિધન થયા બાદ ઉંમરની પરિસ્થિતિ વધુ વણસી ગઈ. જોકે હાલ તે કડિયા કામ કરતા મોટા ભાઈ સાથે રહી જીવન નિર્વાહ કરી રહ્યો છે. આ પૂર્વે તે પરિણીત બહેન પાસે રહેતો હતો. ભવિષ્યમાં ક્યાં રહેશે તેનો ઉકેલ તો ઉંમર પાસે પણ ના હોવાનું તેમણે ઉમેર્યું હતું.

દરમિયાન ઉંમર પરિટ સાથે વાત કરવાનો પ્રયાસ કરતા તેણે સ્વમાનની જિંદગી જીવવી ગમે જો કોઈ મદદ કરે તો જરૂર સ્થાઈ વેપાર કરી ઋણ ચૂકવી આપીશ. હાલ તો કુદરતે કરેલી મજાકનો ભોગ બની લોકોના હાસ્યનું માધ્યમ બની ગયો હોવાનું કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post