મહિસાગર (લુણાવાડા)એક કલાક પહેલા
- કૉપી લિંક
આજરોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જુનિયર કલાર્ક (વહીવટી/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા આજે રાજ્યભરમાં યોજાઈ હતી. ત્યારે મહીસાગર જિલ્લામાં પણ આજે કુલ 52 પરીક્ષા સેન્ટરો પર પરીક્ષા યોજાઈ હતી. જેમાં જિલ્લામાં કુલ 20,130 ઉમેદવારો પૈકી કુલ 8,115 ઉમેદવારો હાજર રહ્યા હતા અને કુલ 12,015 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. આમ જિલ્લા 40.31% ઉમેદવારો હજાર અને 59.69% ઉમેદવારો ગેરહાજર હતા.

મહીસાગર જિલ્લામાં 52 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ
મહીસાગર જિલ્લામાં 52 પરીક્ષા કેન્દ્રો ઉપર આજરોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી. જેમાં પરીક્ષા કેન્દ્રો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટી તંત્રના સુચારુ આયોજન વચ્ચે આજરોજ શાંતિપૂર્ણ માહોલમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ, જેમાં અન્ય જિલ્લાઓમાંથી કુલ 20,130 ઉમેદવારો મહીસાગર જિલ્લામાં પરીક્ષા આપવા માટે આવનાર હતા. જે પૈકી 40.31% ઉમેદવારો પરીક્ષા આપવા માટે આવ્યા હતા અને પરીક્ષા આપી હતી. તો બીજી તરફ 59.69% ઉમેદવારો આ પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા એટલે કે 50% કરતાં ઓછા ઉમેદવારોએ જિલ્લામાં પરીક્ષા આપી હતી.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરીક્ષાને લઈ અગાઉથી જ તમામ પ્રકારના આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં આજે પરીક્ષા કેન્દ્રો ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેની વચ્ચે વહીવટી તંત્રના સુચારુ આયોજનથી શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ હતી અને કોઈ અનિચ્છનીય ઘટના સામે આવી ન હતી. તો બીજી તરફ ગુજરાત એસ.ટી વિભાગ દ્વારા પરીક્ષાાર્થીઓના આવન જાવન કરવા માટે પોતાના જિલ્લામાંથી એક્સ્ટ્રા બસો પણ ફાળવવામાં આવી હતી જેનો પણ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.


