Sunday, April 9, 2023

પોરબંદરના ઝુરીબાગ વિસ્તારમાં LCBએ જુગાર ઝડપી પાડયો, 20 હજારથી વધુના મુદ્દામાલ સાથે 4 ઇસમો ઝડપાયા | LCB crackdown on gambling in Zuribagh area of Porbandar, 4 suspects caught with more than 20 thousand | Times Of Ahmedabad

પોરબંદરએક કલાક પહેલા

  • કૉપી લિંક

પોરબંદર જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સૈફાલી બરવાલ દ્વારા પોરબંદર જિલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા માટે સુચના આપવામાં આવેલી હોય જે અનુસંધાને ઇ/ચા એલસીબી પીઆઇ એચ.એમ.જાડેજાની સુચના મુજબ પોલીસ સ્ટાફ કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

તે દરમિયાન HC ગોવિંદ મકવાણાને મળેલી હકીકતના આધારે ઝુરીબાગ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા 4 ઇસમોને ગંજીપત્તાના પાના તથા રોકડ 20,100ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢ્યો અને આ અંગે કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલો છે.

પકડાયેલ મુદામાલ

(1) ગંજીપત્તાના પાના નંગ-52

(2) રોકડા રૂપીયા 20,100

આરોપીઓ

(1) દિપેન વીરજી રૂપારેલ ઉ.વ.35રહે.ઝુરીબાગ,પોરબંદર

(2) દેવશી નાનજી સરવૈયા ઉ.વ.32રહે.આદિત્યાણા બાયપાસ

(3) કાનજી ગોકળ કંસારા ઉ.વ.52રહે,અંબેનગર સોસાયટી પોરબંદર

(4) નથુ ગૌરીશંકર પંડયા ઉ.વ.61રહે.મીલપરા પોરબંદર.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: