ગુજરાતમાં કોરોનાના નવા 212 કેસ, 4 દર્દીઓ વેન્ટીલેટર પર; ગાંધીનગર અને સુરત સિવિલમાં મોકડ્રિલ યોજાઈ | 212 new cases of corona in Gujarat, after the visit of the health minister, the system is also on alert; Mock drill started in civil of Gandhinagar and Surat | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 212 New Cases Of Corona In Gujarat, After The Visit Of The Health Minister, The System Is Also On Alert; Mock Drill Started In Civil Of Gandhinagar And Surat

અમદાવાદ6 કલાક પહેલા

  • કૉપી લિંક

રાજ્યમાં ફરી એકવાર કોરોના કેસમાં સામે આવી રહ્યા છે. તો બીજી તરફ કોરોનાનાં લક્ષણ ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવના કેસો પણ જોવા મળી રહ્યા છે. ત્યારે રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી એકવાર દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 212 કેસ નોંધાયા છે. જેની સામે 292 દર્દીઓ સાજા થયા છે અને હાલ 4 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જો કે, આ સાથે રાજ્યમાં કોરોનાથી આજે વધુ એક દર્દીનું મોત થયું છે. જેમાં અમદાવાદમાં સતત બીજા દિવસે વધુ એક દર્દીનું મોત થયું છે.

રાજ્યમાં કોરોનાના કુલ 1932 એક્ટિવ કેસ
કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 1932 એક્ટિવ કેસ છે. જેમાંથી 4 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 1928 દર્દીઓ હાલ સ્ટેબલ છે, ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,72,132 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11062 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 75 કેસ
કોરોના કેસને લઇ જિલ્લા અને કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 75 કેસ નોંધાયા છે. 66 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારબાદ વડોદરામાં 24 કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં નવા 20 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 16 કેસ સામે આવ્યા છે. મોરબીમાં નવા 11 કેસ નોંધાયા છે. મોરબીમાં નવા 9 કેસ નોંધાયા છે. મોરબીમાં નવા 8 કેસ નોંધાયા છે. આણંદમાં 6 કેસ નોંધાયા છે. વલસાડ અને બનાસકાંઠામાં 5 કેસ સામે આવ્યા છે. કચ્છમાં 4 કેસ નોંધાયા છે. આ ઉપરાંત અમરેલી, ભરૂચ, ગાંધીનગર કોપોરેશન, રાજકોટ, સાબરકાંઠા અને સુરતમાં 3-3 કેસ નોંધાયા હતા. નવસારી અને પંચમહાલમાં 2-2 કેસ નોંધાયા તો અરવલ્લી, ભાવનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયા હતા.

મોકડ્રીલ કરીને વ્યવસ્થાનો તાગ મેળવ્યો
સુરતની કોવિડ સિવિલ હોસ્પિટલમાં મોકડ્રિલ યોજાઈ હતી. જે રીતે કોરોનાનાં કેસોમાં વધારો થઈ રહ્યો છે, તેને જોઈને તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. હાલ કોવિડ હોસ્પિટલમાં 50 જેટલા બેડ તૈયાર કરી દેવાયા છે. હાલ કોવિડની પરિસ્થિતિને પહોંચી વળવા માટે હોસ્પિટલમાં તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

સુરત સહિત સમગ્ર ગુજરાતમાં કોવિડના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે તંત્ર પણ સજજ થઈ ચૂક્યું છે. જો કે, કેસોમાં વધારો થતાં સુરતની સિવિલ કોવીડ હોસ્પિટલમાં મોકડ્રિલ યોજાઈ હતી. કોરોનાની લ્હેર ફરીથી વધે તો કંઈ રીતે દર્દીઓને તુરંત સારવાર મળે તે માટે ટ્રેનિંગ અપાઈ હતી. જો કે, મોકડ્રીલ યોજાઈ હતી ત્યારે એક યુવકને અચાનક શ્વાસમાં તકલીફ પડી હતી અને તુરંત તેને સારવાર માટે સિવિલ કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ડોકટરો દ્વારા દર્દીને તાત્કાલિક ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી અને આવી જ રીતે તમામ કોરોના સંક્રમિત દર્દીઓને ઝડપથી સારવાર મળી શકે તે દિશામાં તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આરોગ્યમંત્રીની વિઝીટ બાદ તંત્ર પણ એલર્ટ
હાલ સુરત શહેરની અંદર કોરોના સંક્રમણની સ્થિતિ ખૂબ જ નિયંત્રણમાં છે પરંતુ, દેશભરની અંદર ધીરે-ધીરે કોરોના સંક્રમણનાં કેસમાં વધારો થઈ રહ્યો છે. તે જોતા રાજ્ય સરકાર દ્વારા પણ તકેદારીના ભાગ રુપે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી રહી છે. તાજેતરમાં જ નવી સિવિલ હોસ્પિટલની ​​​​આરોગ્ય મંત્રી દ્વારા સરપ્રાઈઝ વિઝીટ લેવામાં આવી હતી અને ત્યારબાદ જ વહીવટી તંત્ર દ્વારા મોક ડ્રીલનું આયોજન કરીને સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો છે. આરોગ્ય મંત્રી દ્વારા તમામ પ્રકારના જરૂરી સૂચનો ન્યુ સિવિલ હોસ્પિટલનાં અધિકારીઓને આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…