No results found

    અમરેલીમાં ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલા અભિયાનમાં ભાજપના 2200 કાર્યકરોને તાલીમ અપાશે | 2200 BJP workers will be trained in the campaign launched by BJP in Amreli | Times Of Ahmedabad

    અમરેલી34 મિનિટ પહેલા

    • કૉપી લિંક

    અમરેલી શહેરમા આવેલ શાંતાબા મેડીકલ કોલેજ ખાતે ભાજપ દ્વારા સીપીઆર ટ્રેનિંગ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

    અમરેલી જિલ્લા ભાજપ દ્વારા સીપીઆર ટ્રેનિંગ અભિયાનનું શાંતાબા મેડીકલ કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 2200 જેટલા ભાજપના કાર્યકરોને ટ્રેનિંગ આપવા સહિતની કામગીરી કરવામાં આવી હતી.વિધાનસભાના નાયબ દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ધારીના ધારાસભ્ય જે.વી કાકડિયા,રાજુલાના હીરા સોલંકી અને લાઠીના ધારાસભ્ય જનક તળાવિયા હાજર રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

    અહીં ઉપસ્થિત રહેલા આગેવાનો અને ભાજપના કાર્યકરોને શહેરના નામાંકિત ડોકટરો હાજર રહીને ટ્રેનીંગ આપવામાં આવી હતી.આ કાર્યક્રમ દીપ પ્રાગટ્ય અને નાયબ દંડકનું કાર્યક્રમને લઈ પ્રવચન પણ આપવામાં આવ્યું હતુ.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال