શહેરમાં હુડકો ચોકડી, રણુજા મંદીર, કોઠારીયા સહીત વિવિધ વિસ્તારોમાંથી 227 પશુઓ પાંજરે પુરાયા | 227 animals from various areas including Hudko Chowkdi, Ranja Mandir, Kotharia were caged in the city. | Times Of Ahmedabad

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

રાજકોટ શહેરમાં જ્યાં જુઓ ત્યાં માર્ગ વચ્ચે અડીંગો જમાવીને બેસતા રઝળતા ઢોરની સમસ્યા વિકટ બનતી હોય છે. અત્ર તત્ર સર્વત્ર ઢોરના અડીંગા વાહન ચાલકો માટે તો અવરોધરૂપ બને છે પણ ચાલીને જતા રાહદારી માટે જોખમરૂપ છે. જેના ભાગરૂપે મનપા દ્વારા હુડકો ચોકડી, રણુજા મંદીર, કોઠારીયા સહીત વિવિધ વિસ્તારોમાંથી તા.28-03થી 02-04-2023 સુધીના એક સપ્તાહમાં રખડતા અને અડચણરૂપ 272 પશુઓને પકડવામાં આવ્યા છે.

સિટી બસમાં ગેરરીતિ આચરતા 10 કંડકટર સસ્પેન્ડ
રાજકોટ શહેરમાં દોડતી બીઆરટીએસ અને સિટી બસમાં મનપા દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવેલ. ચેકીંગ દરમ્યાન ગેરરીતિ આચરનાર 10 કંડકટરને ટેમ્પરરી સસ્પેન્ડ અને 3 કંડકટરને કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે કામમાં ક્ષતિ બદલ મારૂતિ ટ્રાવેલ્સને રૂ.3.61 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. રાજકોટ રાજપથ કંપનીના રિપોર્ટમાં જણાવ્યા મુજબ એક સપ્તાહમાં સિટી બસમાં 1.71 લાખ મુસાફરો ફર્યા હતા. આ બસ સેવામાં જુદી-જુદી ક્ષતિ બદલ ફેર કલેકશન કરતી અલ્ટ્રામોડેન એજન્સીને રુ.50 હજારની પેનલ્ટી કરાઈ છે. સિટી બસમાં ટીકીટ વગર પકડાયેલા 20 મુસાફર પાસેથી રુ.2,200નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.

ફાયર સેફટી અંગેની મોકડ્રીલનું આયોજન

ફાયર સેફટી અંગેની મોકડ્રીલનું આયોજન

ફાયર મોકડ્રિલ યોજાઈ
રાજકોટમાં ફાયર શાખા દ્વારા ઈશાવાસ્યમ એપાર્ટમેન્ટ ખાતે ફાયર સેફટી અંગેની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોને બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોને આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્ટમ અને સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો, જાળવણી અને કઇ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો તેની તાલીમ અપાઈ હતી.

પૌષ્ટિક વાનગીઓનું વૈવિધ્ય પ્રદર્શન

પૌષ્ટિક વાનગીઓનું વૈવિધ્ય પ્રદર્શન

આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023 નિમિતે પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન
રાજકોટ મહાનગરપાલિકા આઈ. સી. ડી. એસ. વિભાગ દ્વારા યુનાઈટેડ નેશન્સ દ્વારા જાહેર થયેલ આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023 તેમજ પાંચમા પોષણ પખવાડિયા કાર્યક્રમની ઉજવણીનાં ભાગરૂપે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમનું આયોજન કરેલ. આ કાર્યક્રમમાં ભારત સરકારના માર્ગદર્શન હેઠળ “શ્રી ધાન્ય”ને લોકપ્રિય બનાવવા કિશોરીઓ દ્વારા “શ્રી ધાન્ય”માંથી બનાવેલ વાનગીઓનું નિદર્શન કરવામાં આવેલ હતું જેમાં આશરે 100થી વધુ પૌષ્ટિક વાનગીઓનું વૈવિધ્ય પ્રદર્શન કિશોરીઓ દ્વારા કરાયેલ હતું. આ કાર્યક્રમમાં આશરે 100થી વધુ કિશોરીઓ અને 300થી વધુ આંગણવાડી વર્કર તથા હેલ્પર બહેનોએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમા ભાગ લીધેલ હતો. વાનગી નિર્દશનમા ભાગ લીધેલ કિશોરીઓને પ્રોત્સાહક રૂપે ઈનામ વિતરણ રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના માનનીય મંત્રી ભાનુબેન બાબરિયાનાં વરદ હસ્તે કરવામાં આવેલ હતું તેમજ સ્વસ્થ બાળક સ્પર્ધાના પણ બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા.

ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું
રાજકોટ શહેરના રૈયારોડ પર મનપાના ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. રાજકોટ મનપાના ફૂડ વિભાગ દ્વારા 20 જેટલા ખાણી પીણીના વેપારીને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા રોઝ ગુલકંદ લસ્સી, ઝીણી સેવ, તીખા ગાંઠિયા, ચોકલેટ વેનીલા નાન ખટાઈના નમૂના લેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ નમૂના રાજકોટની માનકીટ ઠક્કર લસ્સી, બાલાજી ફરસાણ અને ગુજરાત બેકરીમાંથી નમૂના લેવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post