Tuesday, April 4, 2023

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી બાઈક સાથે એક આરોપીને ઝડપી પાડ્યો | An accused was nabbed with a stolen bike from Ambaji Police Station area | Times Of Ahmedabad

અંબાજીએક કલાક પહેલા

  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લો સરહદી વિસ્તાર છે અને બનાસકાંઠા જિલ્લાના અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તાર બોર્ડર વિસ્તાર હોવાના લીધે અમુક ગુનાહિત અને અસામાજિક પ્રવૃત્તિઓ હોવાના લીધે તેને રોકવા માટે છાપરી ચેકપોસ્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત છે. ત્યારે અંબાજી પોલીસ અને એલસીબી પોલીસ પણ ગુનાહિત પર્વતીઓ અને અસામાજિક તત્વોને રોકવા માટે કામગીરી કરતી હોય છે. ત્યારે અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એલસીબી પોલીસ પાલનપુર દ્વારા એક બાઈક સાથે એક આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી પોલીસના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે કોટેશ્વર અંબાજી જતાં વળાંકમાં રોડ ઉપર એક વ્યક્તિ બાઈક લઈ આવતાં તેને રોકવામાં આવ્યો હતો. ત્યારે બાઈક RJ.38 SC.8861 જે શંકાસ્પદ જાણ થતાં સ્પ્લેન્ડર પ્લસ સાથે કાળુભાઈ ગરાસીયાને પકડવામાં આવ્યો હતો. ત્યારે વધુ પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે, રેવદર રોડથી જમણી બાજુમાં ભદ્રકાલી મંદિર પાસેથી આ મોટરસાયકલ ચોરી કર્યું હતું. ત્યારે એલસીબી પોલીસ દ્વારા crpc કલમ 102 મુજબ બાઈકને કબજે કરી અંબાજી પોલીસ સ્ટેશનમાં crpc કલમ 41(1) ડી, 102 મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.