ગુજરાતમાં કોરોનાના નવા 231 કેસ, 11 દર્દી વેન્ટિલેટર પર; અમદાવાદમાં સૌથી વધુ 68 દર્દીઓ નોંધાયા | 231 new cases of corona in Gujarat, 11 patients on ventilator; Ahmedabad recorded the highest number of 68 patients | Times Of Ahmedabad

અમદાવાદ24 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજ્યમાં ફરી એકવાર કોરોના કેસમાં સામે આવી રહ્યા છે. તો બીજી તરફ કોરોનાનાં લક્ષણ ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવના કેસો પણ જોવા મળી રહ્યા છે. જો કે, રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી એકવાર દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 231 કેસ નોંધાયા છે. જેની સામે 349 દર્દીઓ સાજા થયા છે અને હાલ દસ દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે.

રાજ્યમાં કોરોનાના કુલ 2214 એક્ટિવ કેસ
કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 2214 એક્ટિવ કેસ છે. જેમાંથી 11 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 2204 દર્દીઓ હાલ સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,69,839 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11055 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 68 કેસ
કોરોના કેસને લઇ જિલ્લા અને કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 68 કેસ નોંધાયા છે. 118 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારબાદ વડોદરામાં નવા 29 કેસ નોંધાયા છે. ત્યારે સુરતમાં 27 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત રાજકોટમાં પણ નવા 23 કેસ નોંધાયા છે. સાબરકાંઠામાં 14 કેસ, ભરૂચમાં 13 કેસ, મોરબીમાં 11 કેસ, ગાંધીનગરમાં 12 કેસ, વલસાડમાં 6 કેસ, અમરેલીમાં 5 કેસ, આણંદમાં 5 કેસ, કચ્છમાં 4 કેસ, સુરેન્દ્રનગરમાં 4 કેસ, બનાસકાંઠામાં 3 કેસ, પંચમહાલમાં 3 કેસ, પોરબંદરમાં 2 કેસ, મહેસાણામાં 1 કેસ અને નવસારીમાં પણ 1 કેસ નોંધાયો છે.

રાજ્યમાં એક મહિનામાં કોરોનાથી નવનાં મોત
કોરોનાથી રાજ્યમાં દર્દીના મોતની વાત કરીએ તો, રાજ્યમાં 10 માર્ચના સુરતમાં એક દર્દીના મોત થયું હતું. ત્યારબાદ 21 માર્ચે ભરૂચના ઝઘડિયામાં 81 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારબાદ 22 માર્ચે મહેસાણામાં ત્રણ વર્ષના બાળકનું મોત થયું હતું. જેના બીજા દિવસે એટલે કે 23 માર્ચે અમદાવાદમાં 13 વર્ષની બાળકીનું મોત થયું હતું. ત્યાર પછી 25 માર્ચે રાજ્યમાં કોરોનાથી બે દર્દીના મોત થયા હતા. જેમાં અમદાવાદમાં 72 વર્ષયી વૃદ્ધનું મોત નિપજ્યું હતું. જ્યારે કચ્છમાં 9 માસની બાળકીનું મોત થયું હતું. 26 માર્ચે વલસાડના નાનાપોંઢાની 60 વર્ષીય મહિલાનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું હતું. 30 માર્ચે કચ્છમાં એક દર્દીનું મોત થયું હતું. ત્યારબાદ 31 માર્ચે સુરતમાં એક દર્દીનું મોત થયું હતું.

વડોદરામાં નવા 27 કેસ, 6 દર્દી હોસ્પિટલમાં દાખલ
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ મુજબ વડોદરા શહેરમાં કોરોનાના આજે વધુ 27 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોનાના કેસનો કુલ આંક 1,01,191 ઉપર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 544 થયો છે. આજે વધુ 16 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ, અત્યાર સુધીમાં કુલ 100,490 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 157 થયો છે.

આ વિસ્તારમાં નવા કેસ નોંધાયા
વડોદરા શહેરના અટલાદરા, ગોરવા, જેતલપુર, અકોટા, દિવાળીપુરા, સુભાનપુરા, ભાયલી, સમા, નવી ધરતી, તરસાલી, માંજલપુર, કપુરાઈ અને રામદેવનગર વિસ્તારમાં આજે કોરોનાના નવા 27 કેસ નોંધાયા છે. તપાસમાં કુલ 518 સેમ્પલ લેવાયા હતા જેમાંથી 27 દર્દીનાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. એક્ટિવ 151 કેસ પૈકી 137 દર્દી હોમ આઇસોલેશનમાં છે અને 6 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. હાલ 1 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 5 દર્દી ઓક્સિજન પર છે. આ સિવાય 84 જેટલા લોકો હોમ ક્વોરન્ટાઈન છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم