ભાવનગર ખાણ ખનીજ વિભાગે વર્ષના અંતે 257 કેસો કરી 430 લાખનો દંડ વસુલ્યો | Bhavnagar Mines Minerals Department filed 257 cases and collected a fine of 430 lakhs at the end of the year. | Times Of Ahmedabad

ભાવનગર29 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભાવનગર જીલ્લો ખનીજ સભર જિલ્લો છે. ભાવનગર જિલ્લામાં લિગ્નાઇટ, લાઇમસ્ટોન, રેતી, બ્લેકટ્રેપ, બેન્ટોનાઈટ, ડોલોમાઇટ, મોરમ વગેરે ખનીજો મળી આવે છે. તા.31 માર્ચ 2023ના રોજ પૂર્ણ થયેલ નાણાકીય વર્ષના હિસાબ અંતે ખાણ ખનીજ વિભાગના કુલ મહેસૂલી આવક રૂપિયા 8458 લાખને પાર થઈ હતી.

ખનિજોની આવકમાં ગત વર્ષની સરખામણીએ વધારો
જે અંગે ભૂસ્તરશાસ્ત્રી મહર્ષિ વ્યાસ જણાવે છે કે નાણાકીય વર્ષ 2022-23 મહેસુલી આવકની દ્રષ્ટિએ ખૂબ સારી રહેલ છે. જિલ્લામાં વિવિધ પ્રકારના ખનિજોની લીઝો આવેલ છે. ગત નાણાકીય વર્ષની મહેસૂલી આવકની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષમાં વધારો નોંધાયેલ છે. રાજ્યમાં લીઝોની સંખ્યાની દ્રષ્ટીએ ભાવનગર જિલ્લો 17 મા ક્રમે હોવા છતાં ખાણ ખનિજની મહેસુલી આવકની દ્રષ્ટીએ 7મા ક્રમે આવેલ છે. જિલ્લામાં રેતી, માટી, મોરમ જેવા છૂટક ગૌણ ખનિજોની આવકમાં ગત વર્ષની સરખામણીએ અંદાજે 16 ટકા જેટલો વધારો નોંધાયો છે. બ્લેકટ્રેપ, બિલ્ડીંગ લાઇમસ્ટોન, બિલ્ડીંગ સ્ટોન જેવા ખનીજો ની મહેસૂલી આવકમાં ગત વર્ષની સરખામણીએ 23.7 ટકાનો વધારો નોંધાયેલ છે.

કમિશ્નર કચેરી તરફથી સતત માર્ગદર્શન મળતું રહ્યું
ઔદ્યોગિક ખનીજો જેવા કે બેંટોનાઈટ ડોલોમાઈટ જેવા ખનીજો ની મહેસૂલી આવકમાં 11.49 ટકાનો વધારો નોંધાયો છે. આ ઉપરાંત અન્ય ખનીજની મહેસૂલી આવકમાં નોંધપાત્ર વધારો થયેલ છે જેનું કારણ નાના લીઝ હોલ્ડરો અને જિલ્લા વહીવટી તંત્રના ખૂબ સારા સંકલન અને જિલ્લામાં ખુલેલા વિકાસના કામોના કારણે મહેસૂલી આવકમાં વધારો નોંધાયો છે. તેઓને ખાણ ખનીજ કમિશ્નર કચેરી તરફથી સતત માર્ગદર્શન મળતું રહ્યું છે.

ખનીજચોરી અંકુશમાં લાવવા પ્રયત્ન
ગત નાણાકીય વર્ષ 2021-22માં ગેરકાયદે ખનીજ પ્રવૃત્તિ અટકાવવા કુલ 251 કેસો કરવામાં આવેલ હતા, જેનાથી રૂપિયા 266 લાખની દંડકીય વસુલાત કરવામાં આવેલ હતી. જેની સામે ચાલુ નાણાકીય વર્ષ 2022માં 257 કેસો પકડી 430 લાખની દંડકીય વસુલાત કરવામાં આવેલ છે. જે વસુલાતમાં 61 ટકાનો વધારો થયો હતો, કેસોની સંખ્યા ખાસ વધેલ નથી પરંતુ દંડકીય વસુલાત ખૂબ કડક હાથે કરવામાં આવેલ છે. જેમાં જિલ્લા વહીવટીતંત્ર જેમકે ખાણ ખનીજની ક્ષેત્રીય ટીમ, મામલતદારઓ, પ્રાંત અધિકારીઓ તેમજ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા સતત ખનીજચોરી અંકુશમાં લાવવા પ્રયત્ન કરવામાં આવેલ છે. ગેરકાયદેસર કૃત્ય કરતાં લોકો પાસેથી સમય મર્યાદામાં દંડકીય વસૂલાત થઈ જાય તે સુનિશ્ચિત કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم