પંચમહાલ (ગોધરા)એક કલાક પહેલા
- કૉપી લિંક
રાજ્યમાં રખડતા પશુઓનો આતંક યથાવત રહ્યો છે. એક તરફ રસ્તા પર આખલા, બિન વારસી ગાય સહિતના પશુથી લોકોને જીવ પણ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે હવે રખડતાં શ્વાને લોકોની ચિંતામાં વધારો કર્યો છે. આ દરમિયાન પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં શ્વાન કરડવાની ઘટના સામે આવી છે. જેમાં ગોધરા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં 24 કલાકમાં 25 લોકોને કુતરા કરડ્યા હોવાની ઘટના સામે આવી છે.

પંચમહાલ જિલ્લા ગોધરા શહેરના અલગ અલગ જગ્યાએ શ્વાનનો આંતક જોવા મળ્યો હતો. આ દરમિયાન ગોધરા શહેરમાં દિવસેને દિવસે શ્વાન કરડવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં ગોધરા શહેરના કાછિયાવડ, જુહુરપુરા શાકમાર્કેટ વિસ્તાર 25 જેટલા લોકોને કુતરા કરડી ચૂક્યા છે. ત્યારે આ તમામ લોકોને સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ત્યારે કુતરા કરડવાની ઘટનાને લઈ તંત્ર સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ત્યારે સમગ્ર ગોધરા શહેરમાં રાહદારીઓને કૂતરા કરડતા હોવાનાં કારણે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગોધરા શહેરમાં અલગ અલગ વિસ્તારમાંથી વિતેલા 24 કલાક દરમિયાન મોટી સંખ્યામાં શ્વાનના હુમલાનાં કેસો પ્રકાશમાં આવ્યા છે. જેમાં 24 કલાક દરમિયાન 25 વ્યક્તિઓ ઉપર હુમલો કરીને ભોગ બનાવ્યા છે. ભોગ બનેલા વ્યક્તિઓને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે. જ્યારે છ જેટલા દર્દીઓને વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ગોધરા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં શ્વાનના કરડવાના 25 નવા કેસો તેમજ 15 જેટલાં જૂના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.
