માર્ચ એન્ડિંગની રજા બાદ ધાણા સિવાય તમામ આવક 24 કલાક ચાલુ રહેશે; 60 હજાર ભારી મરચાની આવક થઈ | After the March-ending holiday, all incomes will continue 24 hours, except for coriander; 60 thousand heavy chillies were earned | Times Of Ahmedabad

ગોંડલ3 કલાક પહેલા

  • કૉપી લિંક

સૌરાષ્ટ્રનું સૌથી મોટું ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ફરી ધમધમતું થયું છે. માર્ચ એન્ડિંગની 8 દિવસની રજા પુરી થતા જ આજથી તમામ પ્રકારની જણસીઓની આવકો અને હરાજી શરૂ થવા પામી હતી. નવું નાણાંકીય વર્ષ શરૂ થતાની સાથે જ સૌરાષ્ટ્રનું સૌથી મોટું ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ફરી ધમધમતું થયું છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ શરૂ થતાની સાથે જ મબલક પ્રમાણમાં અલગ-અલગ પાકોની આવક શરૂ થઇ ગઇ છે. જેમાં 1 લાખ ગુણી ધાણાની આવક અને 60 હજાર ભારી મરચાની આવક થઈ છે.

ખેડૂતો જણસી લઈને આવી પહોંચ્યા
ગત 25 માર્ચથી 2 એપ્રિલ સુધી ગોંડલ માર્કેટિંગ યાર્ડ બંધ હતું. જેથી ખેડૂતો પોતાની જણસી વેચી શકતા ન હતા, પરંતુ જેવું ગોંડલ માર્કેટિંગ યાર્ડ શરૂ થયું કે, સૌરાષ્ટ્ર ભરમાંથી ખેડૂતો પોતાનું પાક લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા. ગોંડલમાં જૂનાગઢ, પોરબંદર તેમજ જામનગર જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો પોતાનો ખેત પાક વેચવા માટે આવ્યા હતા. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજથી ફરી હરાજી શરૂ થઇ હતી. ગયા નાણાંકીય વર્ષમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ બહુ મોટા પ્રમાણમાં ખેતી પાકોની આવક થઈ હતી. અનેકવાર માર્કેટિંગ યાર્ડ બહાર વાહનોની લાંબી લાઇનો પણ લાગી હતી.

ધાણાની આવક બંધ કરવામાં આવી હતી
વધુમાં ગોંડલ માર્કેટિંગયાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, યાર્ડ ખુલતાજ ધાણાની એક લાખ ગુણી આવક નોંધાઈ હતી. જેમાં હરાજીમાં 20 કિલોના ધાણાના ભાવ 1400થી 1600 રૂપિયા અને ધાણીના ભાવ 1400થી 2100 સુધીના ખેડૂતોને મળ્યા હતા. હાલ વરસાદી આગાહીના પગલે ધાણાની આવક બંધ કરવામાં આવી છે. આગાહી પૂર્ણ થયા બાદ ધાણાની 24 કલાક આવક શરૂ થશે.

મરચાની 60 હજાર ભારીની આવક જોવા મળી
ગોંડલ યાર્ડમાં ગોંડલીયા મરચા તરીકે પ્રખ્યાત મરચાની 60 હજાર ભારીની આવક જોવા મળી હતી. જેમાં હરાજીમાં ગોંડલીયા મરચાના 4000થી લઈને 7100 રૂપિયા સુધીના અને રનિંગ મરચાના ભાવ 4000થી 6000 સુધીના બોલાયા હતા. હાલ ધાણા સિવાય તમામ જણસીની આવક 24 કલાક ચાલુ રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post