Thursday, April 20, 2023

વલસાડ જિલ્લામાં 24 બ્લેક સ્પોટ ઉપર થયેલી કામગીરીની સમીક્ષા કરાઈ, અકસ્માત ઝોન દૂર કરવા સૂચન કરવામાં આવ્યાં | Review of work done on 24 black spots in Valsad district, suggested to remove accident zones | Times Of Ahmedabad

વલસાડ3 કલાક પહેલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના હાઇવે ઉપર વધતા જતા અકસ્માતો અટકાવવા માટે અને વાહન ચાલકોને પડતી તકલીફો નિવારવા માટે તાજેતરમાં માર્ગ સલામતી સમિતિની ઇન્ચાજ કલેકટરના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં NHAIની ટીમને જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે ઉપર આવેલા 24 બ્લેક સ્પોર્ટ દૂર કરવા કાર્યવાહી કરવા, ટેક્નિકલ અને રોડ માર્જિનગ સહિતના કામો તાત્કાલિક કરવા તેમજ NHAIને કેટલીક ક્ષતિઓ તાત્કાલિક અસરથી દૂર કરવા સૂચના આપવામાં આવી છે.

વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક વલસાડ જિલ્લા ઈન્ચાર્જ કલેકટર મનિષ ગુરવાનીના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં ટ્રાફિકના નિયમોનું અમલીકરણ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક નવી પહેલ કરવામાં આવનાર હોવાની જાહેરાત કરી હતી. જે મુજબ સૌ પ્રથમ જિલ્લા અને તાલુકાની તમામ સરકારી કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે હેલમેટ અને સીટ બેલ્ટ ફરજિયાત કરાશે. જેથી ટ્રાફિકના નિયમોનું સૌ પ્રથમ પાલન કર્મચારી અને અધિકારીઓએ કરવાનું રહેશે. ત્યાર બાદ જિલ્લા તમામ લોકોએ પણ તબક્કાવાર અમલ કરવાનો રહેશે.

બેઠક દરમિયાન જિલ્લા પોલીસ વડા ડો.રાજદિપસિંહ ઝાલાએ જણાવ્યું કે, જિલ્લામાં દર મહિને 30થી વધુ અકસ્માત થાય છે. જેમાં કેટલાય વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે છે. જેથી અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે જિલ્લા માર્ગ સલામતી એક્શન પ્લાન બનાવાયો છે. જેના ભાગરૂપે દરેક સરકારી કર્મચારી અને અધિકારીએ હેલમેટ અને સીટ બેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવો પડશે. દરેકનું જીવન અમૂલ્ય છે. જિલ્લા આરટીઓ અધિકારી નિકુંજ ગજેરાએ જિલ્લામાં 24 બ્લેક સ્પોટ પર થતા અકસ્માતોના બનાવોને અટકાવવા માટે ડિવાઈડરની ઉંચાઈ વધારવા, બ્લીકર ચાલુ કરવા, સફેદ પટ્ટા મારવા, ઓવરબ્રિજ ઉપર લાઈટીંગ, બ્રિજ ઉતરતી વેળા સર્વિસ રોડ ઉપર સ્પીડ બ્રેકર, પારડી આઈટીઆઈના 100 મીટર આગળ સ્પીડ લીમીટ બોર્ડ મુકવા, રોડ માર્કિંગ, મેટલ ડિવાઈડર ગેપ બંધ કરવા સહિતની કામગીરી અંગે માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: