الأربعاء، 5 أبريل 2023

નિકોલમાં 25 વર્ષીય ડોક્ટરે હાથમાં ઇંજેક્શન મારી આત્મહત્યા કરી, ત્રણ મહિના અગાઉ જ થયા હતા લગ્ન | A 25-year-old doctor committed suicide by injection in the arm in Nicole, three months before the wedding | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

અમદાવાદ શહેરમાં આત્મહત્યાના વધતા બનાવ વચ્ચે વધુ એક આત્મહત્યાનો બનાવ બન્યો છે. શહેરનાં પૂર્વ વિસ્તારમાં યુવા ડૉક્ટરે આત્મહત્યા કરી લીધી છે. નિકોલનાં સરદાર હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા રાહુલ પટેલ નામના ડૉક્ટરે આત્મહત્યા કરી લીધી છે. પોતાના હાથમાં ઈંજેક્શન લઈ આત્મહત્યા કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે.

હાથમાં ઈંજેક્શન મારીને હત્યા આત્મહત્યા કરી
શહેરના નિકોલ વિસ્તારમાં ગંગોત્રી સર્કલ પાસે આવેલ કેમ્પ કોર્નર સોસાયટીમાં પરિવાર સાથે રહેતા 25 વર્ષનાં ડૉક્ટર રાહુલ પટેલે આત્મહત્યા કરી લીધી છે. ત્રણ મહિના અગાઉ જ ડૉકટરનાં લગ્ન થયા હતા. રાહુલ ગત રાત્રે જમીને પોતાના રુમમાં ગયો હતો અને રાત્રે જ તેણે પોતાના હાથમાં ઈંજેક્શન લઈને આત્મહત્યા કરી લીધી હતી. સવાર પડતા જ્યારે પરિવારનાં સદસ્ચોએ રુમનો દરવાજો ખખડાવતા પણ રૂમ ન ખોલતાં તેઓએ બૂમાબૂમ કરીને આજુબાજુના લોકો ભેગા કર્યા અને રુમ ખોલતાં ડોક્ટરે આત્મહત્યા કર્યો હોવાની જાણ થઈ હતી.

લાખો રુપિયા ખર્ચ કરીને ડૉક્ટર બનાવ્યો
રાહુલના અભ્યાસ પાછળ લાખો રૂપિયા ખર્ચીને મહેનત કરી ભણાવીને ડોક્ટર બનાવ્યો તેમછતાં રાહુલે આત્મહત્યા કરતા તેના માતા-પિતા પણ આઘાતમાં મુકાયા છે. સમયસર પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તેની ડેડબોડી કબ્જે કરી અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. નિકોલ પોલીસે ઘટનાસ્થળે જઈને આ અંગે વધુ સઘન તપાસ હાથ ધરી છે. જો કે, ડૉક્ટરે આત્મહત્યા ક્યા કારણોસર કરી તેના વિશેની સ્પષ્ટતા હજુ સુધી થઈ નથી.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.