રામનવમીના પથ્થરમારા બાદ હનુમાન જયંતિએ બે શોભાયાત્રામાં લોખંડી બદોબસ્ત ગોઠવાશે, 700 પોલીસનો કાફલો તૈનાત રહેશે | After Ramnavami stone pelting in Vadodara two processions on Hanuman Jayanthi will be iron barricade, 700 police convoy including 1 DIG, 2 DCP will be deployed | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • After Ramnavami Stone Pelting In Vadodara Two Processions On Hanuman Jayanthi Will Be Iron Barricade, 700 Police Convoy Including 1 DIG, 2 DCP Will Be Deployed

વડોદરા34 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ઝોન-1ના ડીસીપી જે.સી. કોઠીયા.

વડોદરામાં રામનવમીના દિવસે રામજીની શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા બાદ આવતીકાલે સંવેદનશીલ વિસ્તારમાંથી નીકળનાર બે શોભાયાત્રાને લઈને પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્તનું આયોજન કર્યું છે. આ માટે પોલીસ અધિકારીઓ સહિત 700 પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.

2 ડીસીપી, 2 એસીપી, 18 પીઆઈ, 26 PSI
ઝોન-1ના ડીસીપી જે.સી. કોઠિયાએ જણાવ્યું હતું કે, આવતીકાલે સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હનુમાન જયંતિ નિમિત્તે બે શોભાયાત્રા નિકળવાની છે. આ બંને શોભાયાત્રાના આયોજકો સાથે બેઠક થઈ ગઈ છે. આ યાત્રાના રૂટ પર એક ડીઆઇજીનું સુપરવિઝન, 2 ડીસીપી 2 એસીપી, 18 પીઆઈ, 26 PSI, 550 હેડ કોન્સ્ટેબલ-એએસઆઇ, 101 એસારપી સહિત ટોટલ 634 પોલીસ જવાનો તૈનાત રહેશે. આ સિવાય ક્રાઇમની ટીમ, શી ટીમ અને ટ્રાફિક પોલીસ પણ બંદોબસ્તમાં રહેશે. આ ઉપરાંત 18 ડીપ પોઇન્ટ મૂકાયા છે અને ધાબા પોઇન્ટ પણ ગોઠવાયા છે.

બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ થશે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, 2 ડ્રોન કેમેરા દ્વારા સુપરવિઝન કરવામાં આવનાર છે. બોડી વોર્ન કેમેરા પણ ઉપયોગમાં લઈને ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ પણ કરવામાં આવશે. જરૂર જણાશે તો ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોની અટકાયત કરવામાં આવશે અને પૂછપરછ પણ કરવામાં આવશે.

તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી થાય એ માટે અપીલ
તેઓએ ઉમેર્યું હતું કે, બંને કોમના હોદ્દેદારોને પોતાના સ્વંયસેવકો રાખીને કોમી એખલાસ રાખીને બંને ધર્મના તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી થાય તે માટે અપીલ કરવામાં આવી છે અને તમામ લોકોએ સહકાર આપવાની બાંયેધરી આપી છે.

હનુમાન જયંતિની ઉજવણીની તડામાર તૈયારીઓ
વડોદરામાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવા માટે વડોદરામાં હરણી ખાતે આવેલા સુપ્રસિદ્ધ શ્રી ભીડભંડન હનુમાનજી મંદિર સહિત નાના-મોટા હનુમાનજી મંદિરોના સંચાલકો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. હિંદુ સંગઠનો દ્વારા હનુમાન જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે રામનવમીના દિવસે શોભાયાત્રામાં થયેલા તોફાનોનું પુનારાર્તન ન થાય તે માટે શહેર પોલીસ તંત્ર દ્વારા જડબેસલાક પોલીસ બંદોબસ્તનું આયોજન કરી દેવામાં આવ્યું છે.

વિવિધ કાર્યક્રમોનું આયોજન
ચૈત્ર સુદ પૂનમના પાવન દિવસે હનુમાન જયંતિની ઉજવણીનું ઠેર-ઠેર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના હરણી ખાતે આવેલા ઐતિહાસિક-સુપ્રસિદ્ધ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે પણ હનુમાનજીની પ્રાગટ્ય આરતી, છાતી ચીરીને રામ-સીતાના દર્શન કરાવતા હનુમાનજીના શ્રૃંગાર, રાત્રે 8 કલાકે મંદિરના પટાંગણમાં સંગીતમય સુંદરકાંડ, ભજન-કિર્તન સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ મંદિરના મહંત રાજેન્દ્રગીરીએ જણાવ્યું હતું.

હનુમાનજી કી સવારીનું ભવ્ય આયોજન
મિશન રામસેતુ અને જય શનિદેવ ફાઉન્ડેશન દ્વારા શહેરના ગોત્રી ખાતે આવેલા ભવ્ય ભંજન હનુમાનજી મંદિર ખાતેથી હનુમાન જયંતિ નિમીત્તે હનુમાનજી કી સવારીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સવારીમાં વિવિધ વેશભૂષામાં બાળકો જોડાશે અને વાજતે-ગાજતે આ સવારી વિસ્તારમાં ફરશે. આ ઉપરાંત શહેરના કલા મંદિરના ખાંચામાં આવેલા શ્રી રોકડનાથ હનુમાનજી મંદિર, વાડીમાં આવેલા શ્રી પ્રતાપરૂદ્ર હનુમાનજી મંદિર સહિત વિવિધ વિસ્તારોમાં આવેલા હનુમાનજી મંદિરોમાં હનુમાન જયંતિની ઉજવણીનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અનેક મંદિરો ખાતે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم