વડોદરામાં વધુ નવા 27 કેસ નોંધાયા, 6 દર્દી હોસ્પિટલમાં દાખલ; એક્ટિવ કેસનો આંક વધીને 157 થયો | 27 new cases reported in Vadodara, 6 patients admitted to hospital, number of active cases increased to 157 | Times Of Ahmedabad

વડોદરા23 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર.

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ મુજબ વડોદરા શહેરમાં કોરોનાના આજે વધુ 27 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોનાના કેસનો કુલ આંક 1,01,191 ઉપર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 544 થયો છે. આજે વધુ 16 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ, અત્યાર સુધીમાં કુલ 100,490 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 157 થયો છે.

આ વિસ્તારમાં નવા કેસ નોંધાયા
વડોદરા શહેરના અટલાદરા, ગોરવા, જેતલપુર, અકોટા, દિવાળીપુરા, સુભાનપુરા, ભાયલી, સમા, નવી ધરતી, તરસાલી, માંજલપુર, કપુરાઈ અને રામદેવનગર વિસ્તારમાં આજે કોરોનાના નવા 27 કેસ નોંધાયા છે. તપાસમાં કુલ 518 સેમ્પલ લેવાયા હતા જેમાંથી 27 દર્દીનાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. એક્ટિવ 151 કેસ પૈકી 137 દર્દી હોમ આઇસોલેશનમાં છે અને 6 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. હાલ 1 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 5 દર્દી ઓક્સિજન પર છે. આ સિવાય 84 જેટલા લોકો હોમ ક્વોરન્ટાઈન છે.

શરદી-ઊધરસના કેસોમાં વધારો
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા અમુક દિવસોથી વડોદરા સહિત રાજ્યભરમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, જેને લઇને વાયરલ ઇન્ફેક્શનના કેસમાં પણ નિરંતર વધારો થઇ રહ્યો છે. શરદી, ઊધરસ અને તાવના કેસમાં પણ એકાએક વધારો થયો છે. જ્યારે રાજ્યમાં કોરોનાના કેસ પણ ધીમે-ધીમે વધતા જાય છે, જેથી તંત્ર પણ કામે લાગ્યું છે. શહેરના લગભગ તમામ વિસ્તારોમાં શરદી, ઊધરસના કેસો જોવા મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم