અંકલેશ્વરમાં અપમૃત્યુનો બનાવ બનતાં પિતાએ સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી; માનસિક ત્રાસ આપી આપઘાત દુષ્પ્રેરણ કરવાના પિતાના આક્ષેપ | The father filed a complaint against the in-laws after the incident of death in Ankleshwar; Father's allegation of inducing suicide by mental torture | Times Of Ahmedabad

અંકલેશ્વર17 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અંકલેશ્વરમાં રહેતા એક પરિવારમાં અપમૃત્યુનો બનાવ બનવા પામ્યો હતો. જ્યાં એક શ્રદ્ધા પાંડે નામની પરિણીતાના પિતાએ પતિ, સાસુ-સસરા, દિયર અને માસી સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં સાસરિયાઓ દ્વારા શ્રદ્ધા પાંડે જોડે દહેજ, શારીરિક, માનસિક ત્રાસ આપી આપઘાત દુષ્પ્રેરણ કરવા બદલ ગુનો દાખલ કર્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે પતિ, સાસુ-સસરા, દિયરની ધરપકડ કરીને માસી સાસુને ઝડપી પાડવાની કાવાયત હાથ ધરી છે.

પિતાએ પુત્રીની હત્યા કરાઈ હોવાના આક્ષેપ કર્યા હતા
અંકલેશ્વરના ભડકોદ્રા પાટિયા પાસે આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં ગત શનિવારના રોજ 26 વર્ષીય જુડવા બાળકોની માતા શ્રધ્ધા પાંડેએ બપોરે પોતાના બેડરૂમમાં પંખા પર સાડી નાખી ગળફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જે બનાવની જાણ થતાં જ અમદાવાદ ખાતે રહેતા મૃતક મહિલાના પરિવારજનો અંકલેશ્વર દોડી આવી ભારે હોબાળો મચાવ્યો હતો. તેમણે સાસરી પક્ષના સભ્યો ઉપર શ્રધ્ધા પાંડેની હત્યા કરાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો.

માસી સાસુને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે
જે મામલો શ્રધ્ધા પાંડેના પિતા મુકેશ તિવારીએ પોતાની પુત્રીના અપમૃત્યુ કેસમાં સાસરી પક્ષના સભ્યોએ તેમની પાસે દહેજ લીધા બાદ પણ શ્રદ્ધા પાંડેને શારીરિક, માનસિક ત્રાસ આપી મારઝુડ કરતા હતા. જેનાથી કંટાળીને પુત્રી આપઘાત કરવા મજબૂર બની હોવાના આક્ષેપો કર્યા હતા.આ બાબતે તેમણે સાસરી પક્ષના પતિ અંકિત પાંડે, સસરા શુશીલ પાંડે, સાસુ સંજુ પાંડે, દિયર પંકિત પાંડે, અને માસી સાસુ અંજુ મિશ્રા સામે આપઘાત કરવા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો. અંકલેશ્વર પોલીસે પિતાની ફરિયાદના આધારે શ્રદ્ધા પાંડેના પતિ, સાસુ-સસરા અને દિયરની ધરપકડ કરી છે. જ્યારે અમદાવાદ રહેતી તેની માસી સાસુને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم