- Gujarati News
- Local
- Gujarat
- Sabarkantha
- Smugglers Raid Two Brothers’ Two door House; Collector’s Order To Show Vigilance To The Licensee; 27 Thousand Fraud With The Youth Of Eider Sadatpura
સાબરકાંઠા (હિંમતનગર)4 કલાક પહેલા
- કૉપી લિંક

બળાત્કારીને આજીવન કેદની સજા તથા રૂ. 10 હજારનો દંડ
દાહોદ જિલ્લાની એક યુવતી અભ્યાસ માટે પ્રાંતિજ આવી હોસ્ટેલમાં રહી અભ્યાસ કરી રહી હતી. ત્યારે સસ્તામાં મકાન ભાડે આપવાની લાલચ આપી લલચાવી ફોસલાવી યુવતી પર પ્રાંતિજના એક શખ્સે વારંવાર બળાત્કાર ગુજારી યુવતીને ગર્ભવતી કરતા માનસિક ચિંતામાં ગર્ભવતી બનેલી યુવતી ગાંધીનગર બસ સ્ટેશનમાં ગઇ હતી અને બેભાન હાલતમાં મળી આવી હતી. જોકે સમગ્ર ઘટના અંગે પરિવારજનોને જાણ થયા બાદ બળાત્કારનો ભોગ બનેલી યુવતીએ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે અંગેનો કેસ સાબરકાંઠા જિલ્લાની એડીશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા દલીલો અને પુરાવાને ધ્યાનમાં રાખી કોર્ટ દ્વારા યુવતી પર બળાત્કાર ગુજારનાર શખ્સને આજીવન કેદની સજા તથા રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત બળાત્કારનો ભોગ બનેલી યુવતીને રૂપિયા 10 લાખનું વળતર ચુકવવાનો આદેશ કર્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે, દાહોદ જિલ્લાની એક યુવતી પ્રાંતિજ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી હતી. જે દરમિયાન દરરોજ ઇકો ગાડીમાં બેસીને અભ્યાસ કરવા માટે અપડાઉન કરતી હતી. તે દરમિયાન પ્રાંતિજના એક શખ્સે યુવતીને લલચાવી ફોસલાવી પ્રાંતિજમાં સસ્તામાં મકાન ભાડે અપાવ્યું હતું. ત્યારબાદ ભાડાના મકાનમાં ઘરે એકલી રહેતી યુવતી સાથે જબરજસ્તી કરી વારંવાર બળાત્કાર ગુર્જાયો હતો. ખુબજ એકલી પડેલી યુવતી પર વારંવાર બળાત્કાર ગુજારી ગર્ભવતી પણ બનાવી હતી. માત-પિતાના ડરના તથા સમાજમાં આબરૂ જવાની બીકે ખુબજ ડરી ગયેલી યુવતી પ્રાંતિજથી ખુબજ માનસિક તણાવમાં ગાંધીનગર બસ સ્ટેશનમાં પહોંચી હતી. ગર્ભવતી યુવતી ગાંધીનગર બસ સ્ટેશનમાં બેસુદ અવસ્થામાં મળી આવતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી તેને સારવાર માટેની મદદ કરી હતી અને યુવતીના કુટુંબીજનોને જાણ કરી હતી. જેથી યુવતીના પરિવારજનો પણ દોડી આવ્યા હતા અને બળાત્કારનો ભોગ બનેલ મહિલા સંસ્થાની દેખરેખમાં રાખી હતી.
માતા-પિતાથી દૂર ભણવા માટે હોસ્ટેલમાં રહેતી એક યુવતીને વાહનમાં અપડાઉન દરમ્યાન લોભ-લાલચ, ધમકી આપી ફસાવવામાં આવી હતી. જે અંગેની પ્રાંતિજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. જે અંગે પોલીસે કાર્યવાહી કરી ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જે અંગેનો કેસ સાબરકાંઠા જિલ્લાના એડીશનલ સેશન જજની કોર્ટમાં દાખલ થયા બાદ સરકાર તરફથી કેસમાં મુખ્ય જિલ્લા સરકારી વકિલ હિરેન વિષ્ણુપ્રસાદ ત્રિવેદી હાજર રહ્યા હતા અને પુરાવા સંબંધે વિસ્તારપૂર્વકની દલીલો કરી હતી.
આ ઉપરાંત ફરિયાદ તરફથી પુરવા લેવાયેલા જેમાં ભોગ બનનારની જુબાની, ડીએનએ, એવીડન્સ, ડૉકટર તથા ભોગ બનનાર યુવતી જયારે હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી તે અંગેના પુરાવા સહિત દલીલો કરવામાં આવતા 21મી એપ્રિલના રોજ ન્યાયધીશ પદ્મનાભ ગોર્વધનરાય વ્યાસ દ્વારા રઇસમીયા યુનીસમીયા સુમરાહ (રહે.પ્રાંતિજ)ને આજીવન કારાવાસની સજા તથા રૂપિયા 10 હજારનો દંડ કર્યો હતો. આ ઉપરાંત ભોગ બનનાર ગર્ભવતી યુવતીને રૂપિયા 10 લાખનું વળતર ચુકવવાનો હુકમ કર્યો હતો.
બે ભાઈઓના બે બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પલ્લાચર ગુરુવારે રાત્રી દરમ્યાન તસ્કરો ત્રાટક્યા હતા અને બે બંધ મકાનને નિશાન બનાવી અંદાજે 15 હજારથી વધુની મત્તાની ચોરી કરી લઇ જતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. પ્રાંતિજના પલ્લાચર ખાતે ગુરૂવારની રાત્રીએ પલ્લાચર ખાતે રહેતા બે ભાઈઓના જેમાં મુકેશકુમાર ડોડીયા તથા બળવંતભાઈ ડોડીયાના બંધ મકાનમાં રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ તાળા તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલા સર-સામાનને વેર વિખેર કર્યો હતો. તો મુકેશ કુમાર ડોડીયાના ધરમાંથી તિજોરીમાં રહેલા ચાંદીના સિકકા તથા રોકડ રકમ ત્રણ હજાર તથા તેમના ભાઇ બળવંત કુમારના મકાનમાં પ્રવેશ કરી સરસામાન વેરવિખેર કરી તિજોરીનું તાળુ તોડી અંદાજે 6 હજાર રૂપિયાની ચોરી કરી હતી. તો બંને મકાનોમાંથી કુલ રૂ. 15 હજારથી વધુની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થતા મકાન માલિકો દ્વારા આ અંગે પ્રાંતિજ પોલીસને જાણ કરતા પ્રાંતિજ પોલીસ પલ્લાચર ખાતે દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

પરવાનેદારેને સતર્કતા દાખવાવા કલેકટરનો આદેશ
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ફટાકડાની ફેકટરીમાં ભીષણ આગ લાગતા જાનહાનિ જેવા ગંભીર પરીણામ સામે આવ્યા હતા. જેને લઇ સાબરકાંઠા જિલ્લામાં આવી પરિસ્થિતિને ટાળવા સાબરકાંઠા જિલ્લા કલેક્ટર નૈમેષ દવે દ્વારા ફટાકડા પરવાનેદારોને સતર્કતા દાખવાની કડક સૂચના આપી છે. સાબરકાંઠા જિલ્લામાં 72 જેટલા ફટાકડા પરવાનેદારો વેચાણ માટેનો પરવાનો ધરાવે છે. જ્યાં આગ કે અન્ય અકસ્માતના બનાવ સામે સાવચેતી રાખવા જિલ્લા કલેક્ટર નૈમેષ દવે દ્વારા પ્રાંત અધિકારીઓ અને તાલુકાના મામલતદારોને ફટાકટાના વેચાણના સ્થળે ફાયર સેફ્ટી, કામ કરતા કામદારોની સલામતી અર્થે જરૂરી પ્રાથમિક સુવિધાઓ, પ્રથમ તબક્કાની આરોગ્ય સલામતી માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમજ એક્સ્પ્લોઝિવ રૂલ્સ 2008નો ભંગ થતો હોય તો તે અંગે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, જયારે પણ પરવાના રીન્યૂ કરવા આવે છે ત્યારે તમામ સુવિધાઓની ચકાસણી કરવામાં આવે છે. તેમ છંતા અરવલ્લી જિલ્લામાં ફટાકટાના કારખાનામાં લાગેલી ભીષણ આગ જેવી ગંભીર પરિસ્થિતિને ટાળવા જિલ્લા કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે.

ઈડર સદાતપુરાના યુવક સાથે 27 હજારની છેતરપિંડી
ઈડરના સદાતપુરા ગામના યુવકે જગ મંગાવવા માટે રૂ. 27 હજાર બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા અને જગ નોંધાવ્યો. જગ ન મળતા ઈડર પોલીસ મથકે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. ફરિયાદના આધારે મળતી માહિતી મુજબ, ઈડર તાલુકાના સદાતપુરા ગામે રહેતા અલ્પેશકુમાર પટેલ દ્વારા 26/11/2022ના રોજ 100 નંગ જગ મોબાઈલ મારફતે નોંધાવ્યા હતા. જેના એડવાન્સ પેમેન્ટ તરીકે રૂપિયા 2 હજાર દિનેશ પટેલને તેમના યુનિયન બેંક ખાતામાં ફરિયાદીએ તેમના આઈસીઆઈસીઆઈ બેંક ઈડરના ખાતામાંથી ટ્રાન્સફર કરેલા. ત્યારબાદ તા.29/11/2022ના રોજ ફરીથી એજ એકાઉન્ટ નંબર પર રૂપિયા 25 હજાર ટ્રાન્સફર કરેલા. આમ ફરિયાદીએ કુલ રૂપિયા 27 હજાર આરોપીના એકાઉન્ટ નંબર પર 100 નંગ જગ લેવા માટે રૂપિયા ટ્રાન્સફર કરેલા. ત્યારબાદ ફોન દ્વારા વાતચીત કરવા છતાં આજદિન સુધી નોંધાવેલ જગ અને બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલ રૂપિયા 27 હજાર પરત ન આપતા ફરિયાદીએ ઈડર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આરોપી દિનેશભાઈ પટેલ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
