Tuesday, April 25, 2023

ચાર આરોપીઓની જામીન અરજી પર સેશન્સ કોર્ટમાં સુનાવણી, 28 એપ્રિલે આવશે હુકમ | Hearing on the bail application of the four accused in the Sessions Court, the order will come on April 28 | Times Of Ahmedabad

અમદાવાદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

અમદાવાદના ખોખરા વિસ્તારમાં બનેલો હાટકેશ્વર બ્રિજ નબળી ગુણવત્તાનો હોવાથી AMC દ્વારા તોડી પાડવાનો નિર્ણય લેવાયો છે. બ્રિજ બનાવવા માટે મહેસાણાની અજય એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને ટેન્ડર પ્રક્રિયા દ્વારા 39.87 કરોડ રૂપિયામાં ઓર્ડર મળ્યો હતો. જેના કામ પેટે કંપનીએ 35.48 કરોડમાં મેળવ્યા હતા. પરંતુ આ બ્રિજ નબળી ગુણવત્તાનો હોવાથી ચોસલા પડવાનું શરૂ થતાં AMC દ્વારા બ્રિજ બંધ કરાયો હતો. ત્યારબાદ જુદી-જુદી ટેક્નિકલ સંસ્થાઓની તપાસમાં પણ બ્રિજના બાંધકામમાં વધુ નફો રળવાના આશયથી મટીરીયલ પૂરતા પ્રમાણમાં વપરાયું નથી અને હલકી ગુણાવતાનું કામ થયું છે તેવુ નોંધાયું છે.

બ્રિજનું બાંધકામ કરનાર અને નિરીક્ષણ કરતી સંસ્થા સામે ફરિયાદ
આથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજનું બાંધકામ કરનાર સંસ્થા અજય એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના હોદ્દેદારો અને બ્રિજની કામગીરીનું નિરીક્ષણ કરતી સંસ્થા SGS ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના હોદ્દેદારો સામે ખોખરા પોલીસ મથકે નોંધાવી છે. પોલીસે નવ આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 406, 420, 409 અને 120(B) અંતર્ગત ફરિયાદ નોંધી છે.

આ છે આરોપીઓ

  • રમેશ પટેલ, ડિરેકટર અને ચેરમેન, અજય એન્જિ. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ
  • રસિક પટેલ, ડિરેકટર, અજય એન્જિ. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ
  • ચિરાગ પટેલ, ડિરેકટર, અજય એન્જિ. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ
  • કલ્પેશ પટેલ, ડિરેકટર, અજય એન્જિ. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ
  • અજય એન્જિ. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના બ્રિજના બાંધકામ સાથે સંકળાયેલ ઓફિસર, એન્જિનિયર્સ અને મહત્વના મેનેજેરિયલ માણસો
  • મિત ઠક્કર, ડિરેકટર SGS ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ
  • શશીભૂષણ જોગાણી, ડિરેકટર SGS ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ
  • નીલમ પટેલ, પ્રોજેકટ એન્જીનીયર, SGS ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ
  • SGS ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના બ્રિજના કામમાં સંકળાયેલ ઓફિસર, એન્જિનિયર અને મેનેજેરીયલ માણસો

કંપની દ્વારા સિમેન્ટ અને અન્ય મટીરીયલ વપરાયું નથી
ઉપરના આરોપીઓમાંથી અજય એન્જિ. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના ચારેય ડિરેક્ટરોએ ધરપકડ ટાળવા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. સેશન્સ કોર્ટમાં તેની સુનવણી દરમિયાન ખોખરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર અને તપાસનીશ અધિકારી એ.વાય. પટેલ દ્વારા એફિડેવિટ ફાઈલ કરવામાં આવી હતી. જેમાં કોર્ટને આરોપીઓના જામીન ના આપવા બાબત જણાવાયું હતું કે, કોર્પોરેશનની ટેન્ડર શરતો પ્રમાણે બ્રિજનું બાંધકામ કરનાર કંપની દ્વારા સિમેન્ટ અને અન્ય મટીરીયલ વપરાયું નથી. તેમજ ગેરરીતિઓ આચરવામાં આવી છે. જો બ્રિજ બંધ કરવામાં આવ્યો ન હોત તો મોરબી બ્રિજ જેવી ઘટના બનતા નકારી શકાય નહીં. જો આરોપીઓને આગોતરા જામીન અપાશે તો તેઓ યેનકેન પ્રકારે AMCએ આપેલ માહિતી સાથે ચેડા કરશે. તપાસ ચાલુ હોવાથી આરોપીઓની પોલીસ કસ્ટડી જરૂરી છે. જ્યારે અન્ય આરોપીઓ આ કેસમાં સંડોવાયેલા છે કે કેમ? તેની પણ તપાસ જરૂરી છે.

તપાસનીશ અધિકારીની એફિડેવિટમા AMC દ્વારા બ્રિજના પરીક્ષણ માટે સંપર્ક કરાયેલ ટેસ્ટિંગ એજન્સી…

  • CIMEC ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ
  • KCT Consulatancy Services
  • E-Cube Concrete Consultants LLP
  • સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી, સુરત. (SVNIT)
  • IIT રૂરકીના અહેવાલ ટાંકવામાં આવ્યા હતા

આ આગોતરા જામીન અરજી પર સેશન્સ કોર્ટે ચુકાદો અનામત રાખતા 28 એપ્રિલ ઓર્ડર માટે નક્કી કરી છે.

Related Posts: