ભરૂચ2 કલાક પહેલા
- કૉપી લિંક

ભરૂચ જિલ્લામાં મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમઝાન માસ હવે પૂર્ણતા તરફ પોહચ્યો છે. આ વખતે આકરી ગરમીમાં રોઝા રાખવા મોટેરાઓ માટે કપરું બન્યું હતું ત્યારે નાના ભૂલકાઓ એ આકરી ગરમીમાં ૨૮ દિવસના રોજા રાખી અલ્લાહની બંદગી કરી હતી

આકાશમાંથી વરસતી આકરી ગરમી વચ્ચે દિવસભર ભૂખ્યા તરસ્યા રહી મુસ્લિમ બિરાદરો રોજા કરી અલ્લાહ તલ્લાહાની ઈબાદત કરી રહ્યા છે ત્યારે દિવસભર ભૂખ્યા-તરસા રહી પવિત્ર રમજાન માસમાં રોજા રાખીને અલ્લાહની બંદગી કરવામાં માસૂમ બાળકો પણ પાછળ રહ્યા નથી.અંકલેશ્વરમાં ૬ વર્ષની બાળકીએ અને ભરૂચ માં પણ ૨ નાના ભૂલકાઓ એ આકરી ગરમીમાં ૨૮ દિવસના રોજા રાખી અલ્લાહની બંદગી કરી હતી .આકરી ગરમી વચ્ચે અંકલેશ્વરના કસ્બાતીવાડ વિસ્તારના મેવાડા ફળિયા નીચલી ખડકીમાં રહેતા સાજીદ શેખની 6 વર્ષની દીકરી સાઈમા શેખે ૨૮ દિવસ રોજા રાખી અલ્લાહની બંદગી કરી હતી

જયારે ભરૂચના મકતમપુર વિસ્તારમાં રહેતી મર્હુમ ઈમામ જાફરની પુત્રી આલીયાએ પણ રમઝાન માસ દરમિયાન અલ્લાહની બંદગી કરી હતી અને તમામ રોઝા રાખ્યા હતા. તો ભરૂચના રહાડપોર ગામની મુસ્કાન પાર્ક ખાતે રહેતા ૧૦ વર્ષીય મીરાન અલી સૈયદએ રમઝાન માસ નિમિત્તે રોઝા રાખી અલ્લાહની બંદગી કરી હતી.