Friday, April 21, 2023

ગાંધીનગરના સેકટર - 22 નાં વિવેકાનંદ કલાસીસ ખાતેના મીટર બોક્સમાં આગ લાગતાં વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટયાં | A fire broke out in the meter box at Vivekananda Kalasis, Sector-22, Gandhinagar, and students lost their lives. | Times Of Ahmedabad

ગાંધીનગર2 કલાક પહેલા

  • કૉપી લિંક

ગાંધીનગરના સેકટર – 22 માં આવેલા વિવેકાનંદ ક્લાસીસ ખાતેની સીડીમાં લગાવેલ મીટર બોક્સમાં શોટ સર્કિટનાં કારણે આગ લાગતાં વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે ફાયર બ્રિગેડની ઝડપી કામગીરીથી આગ ઉપર કાબુ મેળવી લેવામાં સદનસીબે મોટી દુર્ઘટના સર્જાતા અટકી ગઈ હતી.

ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે આગની ઘટનાઓમાં ઉછાળો આવી રહ્યો છે. બે દિવસ અગાઉ પણ પાટનગર યોજના વિભાગ ખાતે IFS અધિકારીની કેબિનમાં એસીમાં શોટ સર્કિટ થવાથી આગ લાગી હતી. ત્યારે આજે સેકટર – 22 નાં વિવેકાનંદ ક્લાસીસ ખાતેના મીટર બોક્સમાં આગ ભભૂકી ઉઠતાં વિધાર્થીઓનાં જીવ તાળવે ચોંટી ગયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર સેકટર – 22 વિવેકાનંદ ક્લાસીસ ખાતેની સીડીમાં લાગેલા મીટર બોક્સમાં અચાનક શોટ સર્કિટ થવાથી આગ લાગી હતી. જેનાં કારણે વિધાર્થીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે આગ લાગતા જ વિધાર્થીઓને બીજા વિભાગની સીડીઓમાંથી નીચે દેવામાં આવ્યા હતા.ત્યારે આગના બનાવના પગલે આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે આગની ઘટના બની ત્યારે ક્લાસીસનાં અલગ અલગ વિભાગોમાં વિધાર્થીઓ હાજર હતા. ત્યારે ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને પાણીનો સતત મારો ચલાવી મીટર બોક્સમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવી રાહતનો દમ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: