ગુજરાતમાં કોરોનાના નવા 283 કેસ, આજે વધુ ત્રણ દર્દીના મોત, અમદાવાદ-વડોદરા અને સુરતમાં સૌથી વધુ કેસ; ચાર દર્દીઓ વેન્ટિલેટર પર | 283 new cases of corona in Gujarat, three more patients died today, most cases in Ahmedabad-Vadodara and Surat; Four patients on ventilators | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 283 New Cases Of Corona In Gujarat, Three More Patients Died Today, Most Cases In Ahmedabad Vadodara And Surat; Four Patients On Ventilators

અમદાવાદ7 કલાક પહેલા

  • કૉપી લિંક

રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઊંચક્યું છે. છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં કોરોનાના કેસ 300ની આસપાસ આવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 283 કેસ નોંધાયા છે. જેની સામે 217 દર્દીઓ સાજા થયા છે અને હાલ ચાર દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી વધુ ત્રણ દર્દીના મોત થયા છે. ત્યારે છેલ્લા 16 દિવસમાં કોરોનાથી રાજ્યમાં 17 દર્દીઓના મોત નિપજ્યા છે.

રાજ્યમાં કોરોનાના કુલ 2309 એક્ટિવ કેસ
કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 2309 એક્ટિવ કેસ છે. જેમાંથી ચાર દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 2305 દર્દીઓ હાલ સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,73,939 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11072 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

અમદાવાદ, વડોદરા અને સુરતમાં સૌથી વધુ કેસ
કોરોના કેસને લઇ જિલ્લા અને કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 130 કેસ નોંધાયા છે. ત્યારબાદ વડોદરામાં નવા 43 કેસ સામે આવ્યા છે. સુરતમાં 34 કેસ નોંધાયા છે. મહેસાણામાં 13 કેસ સામે આવ્યા છે. વલસાડમાં 11 કેસ નોંધાયા છે. ગંધીનગરમાં 15 કેસ સામે આવ્યા છે. પાટણમાં 4 કેસ નોંધાયા છે. રાજકોટમાં 5 કેસ સામે આવ્યા છે. સુરેન્દ્રનગરમાં 4 કેસ નોંધાયા છે. આણંદમાં 3 કેસ સામે આવ્યા છે. ભરૂચમાં 3 કેસ નોંધાયા છે. જામનગરમાં 3 કેસ સામે આવ્યા છે. નવસારીમાં 3 કેસ નોંધાયા છે. ખેડામાં 2 કેસ નોંધાયા છે. કચ્છમાં 2 કેસ સામે આવ્યા છે. મોરબીમાં 2 કેસ નોંધાયા છે. સાબરકાંઠામાં 2 કેસ સામે આવ્યા છે. અલવલ્લીમાં 1 કેસ, બનાસકાંઠામાં 1 કેસ, ભાવનગરમાં 1 કેસ અને ગીર સોમનાથમાં 1 કેસ સામે આવ્યો છે.

એપ્રિલ મહિનામાં કોરોનાથી 17ના મોત
કોરોનાથી રાજ્યમાં દર્દીના મોતની વાત કરીએ તો 4 એપ્રિલના અમદાવાદના બોપલમાં રહેતા 71 વર્ષીય વૃદ્ધનું મોત થયું હતું. જેમને હાઇપર ટેન્શનની બીમારી હતી. 6 એપ્રિલના અમદાવાદના ગોમતીપુરના 59 વર્ષીય યુવકનું મોત થયું હતું. 8 એપ્રિલના એક જ દિવસમાં ત્રણ દર્દીના મોત થયા હતા. જેમાં અમદાવાદના જોધપુરમાં 91 વષીય વૃદ્ધનું મોત થયું હતું. ત્યારે રાજકોટમાં પણ 1 દર્દીનું મોત થયું હતું. આ ઉપરાંત ભાવનગરમાં પણ 1 દર્દીનું મોત થયું હતું. 9 એપ્રિલના અમદાવાદના સરસપુર રખિયાલ વોર્ડમાં કોરોનાથી 60 વર્ષીય મહિલાનું મોત થયું હતું.

10 એપ્રિલના પણ અમદાવાદના મણિનગરમાં 71 વર્ષીય વૃદ્ધનું મોત થયું હતું. 11 એપ્રિલના અમદાવાદના રામોલ હાથિજણ વોર્ડમાં 27 વર્ષીય યુવતીનું કોરોનાથી મોત થયું હતું. 12 એપ્રિલના રાજ્યમાં કોરોનાથી બે મોત થયા છે. જેમાં અમદાવાદમાં એક દર્દીનું મોત થયું હતું. જ્યારે મહેસાણામાં સારવાર દરમિયાન 50 વર્ષીય આધેડનું મોત થયું હતું. 14 એપ્રિલના ગિર સોમનાથમાં એક દર્દીનું મોત થયું હતું. 15 એપ્રિલના રાજ્યમાં ત્રણ દર્દીના મોત થયા હતા. જેમાં અમદાવાદના બોળકદેવના 84 વર્ષીય વૃદ્ધનું મોત થયું હતું. વડોદરામાં 1 દર્દીનું મોત થયું હતું. જ્યારે વલસાડમાં 1 દર્દીનું મોત હતું. 16 એપ્રિલનના રાજ્યમાં વધુ ત્રણ દર્દીના મોત થયા છે. જેમાં અમદાવાદમાં એક દર્દીનું મોત થયું છે. ખેડામાં એક દર્દીનું મોત છે. જ્યારે અરવલ્લીમાં પણ એક દર્દીનું મોત નિપજ્યું છે.

માર્ચ મહિનામાં કોરોનાથી નવ લોકોના મોત
રાજ્યમાં 10 માર્ચના સુરતમાં એક દર્દીના મોત થયું હતું. 21 માર્ચે ભરૂચના ઝઘડિયામાં 81 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. 22 માર્ચે મહેસાણામાં ત્રણ વર્ષના બાળકનું મોત થયું હતું. 23 માર્ચે અમદાવાદમાં 13 વર્ષની બાળકીનું મોત થયું હતું. 25 માર્ચે રાજ્યમાં કોરોનાથી બે દર્દીના મોત થયા હતા. જેમાં અમદાવાદમાં 72 વર્ષયી વૃદ્ધનું મોત નિપજ્યું હતું. જ્યારે કચ્છમાં 9 માસની બાળકીનું મોત થયું હતું. 26 માર્ચે વલસાડના નાનાપોંઢાની 60 વર્ષીય મહિલાનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું હતું. 30 માર્ચે કચ્છમાં એક દર્દીનું મોત થયું હતું. 31 માર્ચે સુરતમાં એક દર્દીનું મોત થયું હતું.

અરવલ્લીમાં મહિલાએ કોરોનાને કારણે દમ તોડ્યો
કોવિડ-19નો નવો વેરીએન્ટ શરૂ થયા પછી અરવલ્લી જિલ્લામાં પણ કોરોનાના કેસોમાં વધારો થયો છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં કોરોનાથી એક મહિલાનું મોત નીપજ્યું છે. તેને લઈ જિલ્લા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે.

કોરોનાના કેસોમાં દિવસેને દિવસે વધારો થતો આવ્યો છે. ગુજરાતમાં દૈનિક કેસો વધતા ગયા છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ અલગ અલગ તાલુકામાં કોરોનાએ માથું ઊંચક્યું છે. ભિલોડામાં તારીખ 10 એપ્રિલના રોજ એક મહિલાને તાવ, શરદી, ઉધરસની ફરિયાદ હતી. ત્યારે તેઓએ કોરોનાનો ટેસ્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેથી તેઓ સારવાર મેળવી હોમ કોરોન્ટાઈન થયા હતા. દિવસેને દિવસે આ મહિલાની તબિયત લથડતી ગઈ અને આજે સવારે કોરોનાગ્રસ્ત મહિલાનું મોત નીપજ્યું છે. મહિલાનું મોત થતાં જ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે. ગામમાં તેમજ આસપાસના ગામમાં સર્વેની કામગીરી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post