ભિલોડાના કિશનગઢ પ્રા. આરોગ્ય કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય અંતર્ગત આયોજન; 60 કિશોર-કિશોરીઓને માર્ગદર્શન અપાયું | Bhiloda Kishangarh Pvt. Planning under National Adolescent Health at the Health Center; 60 teenagers were guided | Times Of Ahmedabad

અરવલ્લી (મોડાસા)7 કલાક પહેલા

  • કૉપી લિંક

સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નાના ભૂલકાઓને સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે અને શારીરિક પ્રમાણસર વિકાસ થાય તે માટે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય અંતર્ગત કાર્યક્રમો યોજાતા હોય છે. તે મુજબ ભિલોડાના કિશનગઢ ખાતે પીઅર એજ્યુકેટર સેન્સિટાઈઝેશન વર્કશોપ યોજાયો હતો.

આજરોજ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ સ્વેતાંગ નિનામાના માર્ગદર્શન હેઠળ કિસનગઢ પ્રા. આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ નેહા જોશીયારા અને આયુષ મેડિકલ ઓફિસર ડૉ યાસીન મેમણના અધ્યક્ષતામાં કિસનગઢ ખાતે પિઅર એજ્યુકેટર સેન્સિટાઈજેસન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કિસનગઢ પ્રા. આરોગ્ય કેન્દ્રના તાબા હેઠળના અનેક સબસેન્ટરના વિસ્તારમાંથી 60થી વધુ પિયર એજ્યુકેટર આવેલ હતા.

રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત એડોલેશન હેલ્થ એન્ડ વેલનેસ ડેનું આયોજન કરી દરેક ગામોના વિસ્તારના કિશોર-કિશોરીને બોલાવી કિશોરાવસ્થાના ફેરફારો, સ્વચ્છતા, રોડ ટ્રાફિક અકસ્માત, શાળા છોડી દેવી, નાની ઉંમરે લગ્ન, યુવાની અને હિંસા એનેમિયા અને ખોરાકની ટેવો જેવા વિવિધ વિષયો પર મેડિકલ ઓફિસર ડૉ નેહા જોશીયારા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચર્ચા કરવામાં આવી જેમાં પ્રા.થમિક આરોગ્ય કેન્દ્રના CHO, MPHW, FHW, આશા ફેસીલીટેટર, આશા બહેન, મોટી સંખ્યામાં પિયર એજ્યુકેટર અને એડોલેશન હેલ્થ કાઉન્સિલર હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન દીપક ડામોર દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post